Western Times News

Gujarati News

ભાજપ નેતાની માતા અને દિકરાની કુલ્હાડીથી કાપીને હત્યા કરાઇ

Files Photo

ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં ક્રાઇમ એટલી હદે વધી ગયો છે કે હવે લોકો સામાન્ય બાબતોમાં પણ ઉગ્ર થઇને એકબીજા પર હુમલો કરી દે છે.ગોરખપુરનાં હરપુરબુદહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો છે જેના કારણે વિસ્તારમાં સનસનાટી ફેલાઇ છે.

અહીં ભાજપ નેતાની પરશુરામ શુક્લાની માતા અને દોઢ વર્ષનાં એકમાત્ર દિકરાની કુહાડીથી ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં ભાજપનાં નેતાની પત્ની અને દસ વર્ષની દિકરી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વળી, હુમલા સમયે ભાજપનાં નેતા ઘરે હાજર ન હોતા. આ ઘટના ગોરખપુર જિલ્લાનાં હરપુરબુદહટ પોલીસ સ્ટેશન વિસ્તારનાં તેનુવા ગામની છે.

પ્રાપ્ત સમાચાર મુજબ, પરશુરામ શુક્લા ભાજપ કિસાન મોરચાનાં જિલ્લા કારોબારી સભ્ય છે. પરશુરામ શુક્લાનો પટ્ટીદાર સીતારામ શુક્લા સાથે છતથી પાણી પડવુ અને એક ઝાડને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. આપને જણાવી દઈએ કે, સીતારામની છત પરથી પરશુરામનાં દરવાજે પાણી પડતું હતું, જેનો પરશુરામ વિરોધ કરતા હતા. એવો આરોપ છે કે સીતારામને હવે પરશુરામનાં દરવાજે પાકું ડ્રેઇન બનાવવાનું શરૂ કર્યુ હતું. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસ તરફથી કોઈ મદદ મળી ન હોતી. પોલીસકર્મીઓએ કહ્યું હતું કે, તે રાજસ્વનો મામલો છે, તેથી તેઓ કંઈપણ કરી શકશે નહીં.

જે બાદ પરશુરામ શુક્લાએ આઇજીઆરએસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે, મંગળવારે સાંજે હરપુરબુદહટ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓ તેના ઘરે તપાસ માટે ગયા હતા. પરશુરામ શુક્લા ઘરે ન હોતા. તે કોઈ કામ માટે પંજાબ ગયા હતા. પોલીસકર્મીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પટ્ટીદાર સીતારામ શુક્લાનાં ઘરે હાજર લોકો સાથે વાત કરી હતી અને ત્યારબાદ પાછા ફર્યા હતા.

આરોપ છે કે પોલીસકર્મીઓ પાછા ફર્યાનાં લગભગ બે કલાક બાદ સીતારામ અને તેમના પરિવારનાં સભ્યો આક્રમક બન્યા હતા. પોલીસમાં ફરિયાદ કરીને ગુસ્સે ભરાયેલા સીતારામ અને તેમના પરિવારનાં સભ્યોએ પરશુરામ શુક્લાનાં ઘરે હુમલો કર્યો હતો. ઘરે ફક્ત તેમની વૃદ્ધ માતા વિમલા દેવી, પત્ની અને બે બાળકો હતા. પટ્ટીદારોએ તેમને ખરાબ રીતે માર્યા હતા અને કુહાડીથી ૭૫ વર્ષની વૃદ્ધ માતા અને દોઢ વર્ષનાં નિર્દોષ દિકરાની હત્યા કરી હતી. વળી,બંનેને બચાવવા માટે આવેલી પરશુરામની પત્ની સુષ્મા શુક્લા અને તેમની ૧૦ વર્ષની દિકરીને પણ હુમલાખોરોએ કુહાડીથી માથાનાં ભાગે અને શરીરનાં અન્ય ભાગો પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.

ઘટના બાદ સીતારામ શુક્લા અને તેનો પરિવાર ભાગી ગયો હતો. બીજી તરફ, કોઈ કામ અર્થે પંજાબ ગયેલા પરશુરામ શુક્લા માતા અને દિકરાનાં મોતની માહિતી મળ્યા બાદ ઘરે જવા રવાના થયા છે. આપને જણાવી દઈએ કે, આ ઘટના અંગેની માહિતી મળ્યા બાદ ગોરખપુર એસએસપી દિનેશકુમાર પ્રભુ, એસપી ઉત્તર મનોજ અવસ્થી, એસપી સાઉથ એકે સિંહ, સર્કલ ઓફિસર ખજની ઈન્દૂપ્રભા સિંહ અને મોટી સંખ્યામાં ફોર્સ ગામમાં પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ગામમાં તણાવને ધ્યાનમાં રાખીને પીએસી તૈનાત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.