Western Times News

Gujarati News

રાજકોટ બોગસ બિલીંગનું હોટસ્પોટઃ રૂ.૨૫ કરોડથી વધુના બિલીંગ કૌભાંડમાં ૧ની ધરપકડ

રાજકોટ: ભાવનગર,ગોંડલ બાદ રાજકોટ બોગસ બીલીંગ હોટપોસ્ટ તરીકે ઉભરતું હોય તેમ ડ્ઢય્ય્ૈંએ ફરીને રાજકોટ શહેરમાં પાંચ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ.૨૫ કરોડથી વધુના બોગસ બીલીંગ કૌભાંડને ઝડપી એક શખ્સની ધરપકડ કરી છે.  રાજકોટ રીજીયોનલ યુનિટ દ્વારા છેલ્લા ૧૨ દિવસ દરમિયાન ત્રણ સફળ દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ.૫૦૦ કરોડ આસપાસના બોગસ બીલીંગ કૌભાંડો ઝડપી લઈ ત્રણ વ્યકતિઓની ધરપકડ કરી છે.

શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં માત્ર કાગળ પર કાર્યરત કરવામા આવેલ આઈ ખોડીયાર એન્ટરપ્રાઈઝ દ્વારા બહું જ ઓછા સમયમાં રોકેટગતિએ પ્લાસ્ટિક તથા લોખંડના સ્ક્રેપનો વેપાર કરી બીલો જનરેટ કરવામા આવતા હતા.જે અંગેની જાણ ડીજીજીઆઇ રીજીયોનલ યુનિટના અધિકારીઓને થઈ જતા આઈ ખોડીયાર એન્ટરપ્રાઈઝ દ્વારા કરવામા આવતા વેપાર પર નજર રાખવામા આવી રહી હતી અને બાદમાં જીએસટીએનમાં દર્શાવેલ સરનામા પર તપાસ કરવામા આવતા આવો મોટો બિઝનેસ કરવામા આવતો ન હોવાનું જણાયું હતું અને માત્ર બીલો જ ઈસ્યુ કરવામા આવતા હતા.આથી ડીજીજીઆઇના સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને જીએસટીએન નંબર જેમના નામે લેવામાં આવ્યો હતો તેની તપાસ કરવામા આવી હતી

ચિરાગભાઈ નામના શખ્સને સકંજામાં લીધો હતો અને તેની પુછપરછ કરવામા આવતા તે માત્ર બીલો જ ઈસ્યુ કરતો હોવાનું જણાવ્યું હતું.આ શખ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.૨૫ કરોડથી વધુના બીલો ઈસ્યુ કરી રૂ.૫ કરોડથી ઉપરની આઇટીસી ગુપચાવી લીધાનું બહાર આવતા તેની ધરપકડ કરવામા આવી હતી.

છેલ્લા ૧૨ દિવસ લગાતાર  યુનિટ દ્વારા બોગસ બીલીંગ કરનારાઓ સામે ઝુંબેશ શરૂ કરવામા આવી હોય તેમ કાર્યવાહી કરવામા આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં બોગસ બીલીંગનો આંક રૂ.૧૦૦૦ કરોડને આંબી જવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે અને હજુંપણ કેટલાક લોકોની ધરપકડ થશ ે તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે. ડીજીજીઆઇ દ્વારા આ પહેલા જે.પી.એન્ટરપ્રાઇજ, વિનાયક ટ્રેડીંગ અને હવે આઈ ખોડીયાર પાસેથી જે મેન્યુફ્રેકચરો દ્વારા બોગસ બીલો મેળવવામાં આવ્યા છે તેના ગળામાં સિંકજાે કસવા માટે કાર્યવાહી કરવામા આવી રહી છે. મોટાભાગના મેન્યુફ્રેકચર પ્લાસ્ટિક, ફાઉન્ડ્રી અને કાસ્ટીંગના હોવાનું બહાર આવેલ છે હવે આવા લોકો સુધી પહોચવા ડીજીજીઆઇએ કમ્મર કસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.