Western Times News

Gujarati News

બોક્સિંગમાં ભારતનું ઓલિમ્પિક મેડલ કન્ફર્મઃ લવલીનાએ ક્વાર્ટર ફાઇનલનો મુકાબલો જીતી

નવીદિલ્હી: ભારતની બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઇનલમાં ૬૯ કિલો વેઇટમાં પોતાનો મુકાબલો જીતીને ઓલિમ્પિકમાં મેડલ કન્ફર્મ કર્યો છે. મૂળ આસામના ગોલાઘાટ જિલ્લાની રહેવાસી લવલીના ઓલિમ્પિકમાં ભાગ લેનાર આસામની પ્રથમ મહિલા ખેલાડી છે. લવલીના બોક્સિંગમાં આવતાં પહેલાં કિક-બોક્સિંગ કરતી હતી, તેણે કિક-બોક્સિંગમાં રાષ્ટ્રીય સ્તરે પણ મેડલ જીત્યો છે.

લવલીનાએ પોતાની જાેડિયા બહેનો લીચા અને લીમાણે જાેઈને કિક-બોક્સિંગ કરવાનું શરૂ કર્યું હતું. સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)ના આસામ રીજનલ સેન્ટરમાં સિલેક્શન થયા બાદ બોક્સિંગની ટ્રેનિંગ લઈ રહી હતી. તેની બંને બહેનોએ પણ કિક-બોક્સિંગમાં નેશનલ લેવલે મેડલ જીતી ચૂકી છે.

લવલીનાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે મોહમ્મદ અલીથી પ્રેરણા મેળવીને તેણે બોક્સિંગની શરૂઆત કરી હતી. તેના પિતા ટિકેન બોરગોહેને એક વખત બજારમાંથી તેઓ અખબારમાં લપેટીને મીઠાઈ લાવ્યા હતા. એ અખબારમાં મોહમ્મદ અલી વિશે સમાચાર છપાયેલા હતા. તેણે માલવલીનાએ ૨૦૧૮ અને ૨૦૧૯માં યોજાયેલી વર્લ્‌ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે,

જ્યારે દિલ્હીમાં યોજાયેલી પ્રથમ ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં સિલ્વર અને ગુવાહાટીમાં યોજાયેલી બીજી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય તેણે ૨૦૧૭ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂકી છે. તે ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.