Western Times News

Gujarati News

મમતા બેનર્જીએ નિતિન ગડકરી સાથે મુલાકાત કરી

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસીની ચીફ મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસનો આજે ચોથો દિવસ છે. આજે તેઓએ કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી સાથે ૨ વાગ્યે મુલાકાત કરી હતી.ત્યારબાદ તેમણે એનસીપી ચીફ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી.આ પહેલા તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળી ચૂક્યા છે.
ગડકરીની મુલાકાત બાદ મમતાએ કહ્યું હતું કે મેં વિનંતી કરી છે કે જાે અમારા રાજ્યમાં ઉત્પાદન ઉદ્યોગો હશે જે ઇલેક્ટ્રિક બસો, ઇલેક્ટ્રિક ઓટો, ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન કરશે તો તે સારું રહેશે. અમારું રાજ્ય બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને પૂર્વોત્તર રાજ્યો સાથે સરહદો ધરાવે છે. તેથી, અમને યોગ્ય રસ્તાઓની જરૂર છે

મમતાની આ મુલાકાતોને મિશન ૨૦૨૪ સાથે જાેડવામાં આવી રહી છે. સૂત્રોને આધારે આ મુલાકાતોને મોદી અને ભાજપ વિરુદ્ધ વિપક્ષને એકજૂટ કરવાનો છે. આ માટે દીદી ‘બંગાળ મોડેલ’ને વેગ આપવા જઈ રહી છે. તેઓ વિપક્ષી સંપ સાથે ૩૭૫ સીટો પર ભાજપને સીધો પડકાર આપવાની તૈયારીમાં છે. આમાંથી ૨૦૦ સીટો પર કોગ્રેસને વોકઆઉટનો પ્રસ્તાવ આપી શકે છે. સૂત્રોના આધારે મમતાનું મિશન દિલ્હી ૨૦૨૪માં ભાજપને સત્તાથી હટાવવા માટે છે. તે માટે સોનિયા-પવાર-મમતા દેશભરમાં ભાજપ વિરુદ્ધ એકજૂટતાનો સંદેશ આપશે દીદી પોતાના અભિયાનની શરુઆત ઉત્તર પ્રદેશથી કરી શકે છે. ૨૦૨૨માં યોજાવનારી ૭ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપને હરાવવાનો લક્ષ્ય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.