Western Times News

Gujarati News

સોનૂ સૂદનો હજારો ફૂટ લાંબો ફોટો જાેઈ ફેન ચોક્યા

મુંબઈ: બોલીવૂડ એક્ટર સોનૂ સૂદ કોરોના કાળમાં પોતાના સારા કામના કારણે લોકોનું દિલ જીતી ચૂક્યો છે. સોનૂ સૂદે જરૂરીયાતમંદ માટે હોસ્પિટલોમાં બેડથી લઈને ઓક્સિજન અને દવાઓ સુધીની વ્યવસ્થા કરી હતી. સોનૂ આજે પણ સોશિયલ મીડિયા દ્વારા મદદ માંગનારા દરેક શખ્સને ના માત્ર જવાબ આપે છે, પરંતુ તેમને મદદ પણ પૂરી પાડે છે. આ જ કારણ છે કે દરેક લોકો તેનો પોતાની રીતે આભાર માની રહ્યાં છે. કેટલાંક સમય પહેલાં જ એક શખ્સે પોતાની દુકાનનું નામ સોનૂ સૂદ રાખ્યું હતું.

હવે તાજેતરમાં જ એક કલાકારે સોનૂ સૂદનો હજારો સ્ક્વેર ફૂટ લાંબો પોટ્રેટ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. સોનૂ સૂદની એક તસવીરને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. જે પ્રખ્યાત કલાકાર વિપુલ મિશ્રાએ બનાવી છે. આ ફોટો ૫૦૦૦૦ સ્ક્વેર ફૂટ લાંબો છે. જેને જાેઈને ફેન્સની સાથે ખુદ સોનૂ સૂદ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આ ફોટા માટે કલાકારે ઘાસના મેદાનને કેનવાસ બનાવ્યું.

બાદમાં તેને તસવીરના આકારમાં કાપીને સોનૂ સૂદનો ચહેરો બનાવ્યો. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વખાણવામાં આવી રહી છે. જાે આ ફોટા પર લોકોની કમેન્ટ જાેઈએ તો અનેક લોકોને આ ફોટો ગમ્યો છે. કોઈક યૂઝર સોનૂ સૂદને આગામી પીએમ કેન્ડિડેટ બતાવે છે તો કેટલાંક લોકોને આ ફોટામાં સોનૂ સૂદનો ચહેરો સમજાતો નથી. પરંતુ આ ફોટાને લઈને ચર્ચાઓએ જાેર પકડ્યું છે. હવે જાેવાનું એ રહ્યું કે, આટલા લાંબા પોટ્રેટ પર ખુદ સોનૂ સૂદનું રિએક્શન કેવું હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.