Western Times News

Gujarati News

નકુલ મહેતાના લીધે દિવ્યાંકાએ બડે અચ્છે લગતે હૈ ૨ છોડ્યો ?

મુંબઈ: એકતા કપૂરનો પોપ્યુલર શો ‘બડે અચ્છે લગતે હૈ’ નવી સીઝન સાથે ફરી શરૂ થવાનો છે. શોની પહેલી સીઝનમાં લીડ રોલમાં ટીવીની જાણીતા એક્ટર્સ રામ કપૂર અને સાક્ષી તંવર હતા. ૨૦૧૧થી ૨૦૧૪ સુધી ચાલેલા આ શોમાં મેચ્યોર કપલની લવસ્ટોરી દર્શાવાઈ હતી. શોની પહેલી સીઝન ખૂબ સફળ રહી હતી અને દર્શકો આજે પણ તેને યાદ કરે છે ત્યારે શોના મેકર્સે નવી સીઝન લાવવાનો ર્નિણય કર્યો છે. સીરિયલ ‘ઈશ્કબાઝ’માં શિવાય સિંહ ઓબેરોયનો રોલ કરીને દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનારા એક્ટર નકુલ મહેતાને ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં લીડ રોલ માટે લેવાયો છે.

તો બીજી તરફ નકુલની સામે ફિમેલ લીડ માટે એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જાેકે, વાત આગળ ના વધી શકી અને દિવ્યાંકાને આ શોમાં જાેવાના ફેન્સના સપના પર પાણી ફરી વળ્યું. લાઈવ વિડીયો ચેટમાં દિવ્યાંકા ત્રિપાઠીએ સ્વીકાર્યું હતું કે, તેને ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં લીડ રોલ ઓફર થયો હતો. “હા મને ‘બડે અચ્છે લગતે હૈ ૨’ની ઓફર મળી હતી અને મેં લૂક ટેસ્ટ પણ આપ્યો હતો. પરંતુ મેં શોને હા ના પાડી કારણકે મને લાગ્યું કે હું પાત્ર સાથે જાેડાઈ નથી શકતી”, તેમ દિવ્યાંકાએ કહ્યું હતું.

જાેકે, હવે જુદી જ વાત સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સૂત્રો તરફથી જાણવા મળ્યું કે, દિવ્યાંકાનો આ શો માટે સંપર્ક થયો હતો પરંતુ લૂક ટેસ્ટ પછી મેકર્સને લાગ્યું કે દિવ્યાંકા નકુલ કરતાં મોટી લાગશે. આ વાતને ધ્યાનમાં રાખીને મેકર્સે દિવ્યાંકાને પડતી મૂકીને બીજી એક્ટ્રેસને લીડ રોલમાં લેવાનો ર્નિણય કર્યો હતો. જણાવી દઈએ કે, દિવ્યાંકા ત્રિપાઠી છેલ્લે સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’માં જાેવા મળી હતી. આ શોમાં દિવ્યાંકા ઈશિતાના રોલમાં હતી. હાલ દિવ્યાંકા રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી ૧૧’માં કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળી રહી છે. મુશ્કેલ સ્ટન્ટ સરળતાથી કરીને દિવ્યાંકા સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.