Western Times News

Gujarati News

અમે એટલી જાેરથી થપ્પડ મારીશું કે વ્યક્તિ તેના પગ પર ઉભો પણ રહી શકશે નહી: ઠાકરે

File

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે ભારતીય જનતા પાર્ટી પર પરોક્ષ રીતે શાબ્દિક હુમલો કરીને કહ્યું કે ધમકીભરી ભાષા સહન કરવામાં આવશે નહીં અને જે લોકો બોલે છે તેમને યોગ્ય જવાબ આપવામાં આવશે. ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડની ટિપ્પણીના પગલે તેમણે પલટવાર કર્યું હતું. લાડે કહ્યું હતું કે મુંબઈમાં ઠાકરેની આગેવાનીવાળી પાર્ટીનું મુખ્ય મથક શિવસેના ભવન તોડી પાડવામાં આવશે. જાે કે, બાદમાં તેમણે આ ટિપ્પણી પાછી ખેંચી લીધી અને અફસોસ વ્યક્ત કર્યો હતો, અને કહ્યું કે મારા નિવેદનને તોડીને રજૂ કરવામાં આવ્યો છે.

બીડીડી ચોલ પુન વિકાસ પ્રોજેક્ટના ઉદ્‌ઘાટન કાર્યક્રમને સંબોધતા ઠાકરેએ તેમની ત્રણ પક્ષની મહા વિકાસ આઘાડી સરકારને “ટ્રિપલ સીટ” સરકાર ગણાવી હતી. શિવસેના સિવાય સરકારમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. હિન્દી ફિલ્મ “દબંગ” ના એક સંવાદને યાદ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે થપ્પડ સે ડર નહીં લગતા પણ કોઇએ થપ્પડ મારવાની ભાષા બોલવી જાેઈએ નહીં કારણ કે અમે એટલી જાેરથી થપ્પડ મારીશું કે વ્યક્તિ તેના પગ પર ઉભો પણ રહી શકશે નહી.

ઠાકરેએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પુનર્વિકાસ નિર્માણમાં મરાઠી સંસ્કૃતિને કોઈપણ કિંમતે સાચવી રાખવી જાેઈએ કારણ કે ચાલ એ ઐતિહાસિક વારસો છે, જ્યાં ક્રાંતિકારીઓએ પોતાનો જીવ આપ્યો છે અને તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના સાક્ષી પણ છે.” એનસીપીના વડા શરદ પવાર પણ ત્યાં હાજર છે, તેમણે કહ્યું કે બીડીડી ચાલની વારસો સુરક્ષિત થવી જાેઈએ અને મરાઠી ભાષી લોકોએ પુન વિકસિત મકાનોમાં રહેવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.