Western Times News

Gujarati News

ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાંથી વાહન-મોબાઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ

ગાંધીનગર: ગાંધીનગરનાં કલોલ વિસ્તાર સહિતના સ્થળોએ વાહન ચોરી, સાઇકલ ચોરી તેમજ મોબાઇલ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા ચોર ગેંગને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પૂર્વ બાતમીના આધારે કોલવડાથી સોનીપૂર જવાના રોડ પરથી ઝડપી લઈ કુલ. ૬૧ હજાર એકસોના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ આપેલી સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાંચના ઈન્સ્પેક્ટર જે.જી વાઘેલાએ તાબાના અધિકારી તથા માણસોને જિલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ હાથ ઘરી કોઈ ઈસમ ગુનાહિત જણાઇ આવે તો કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જે અન્વયે પીએસઆઇ વી.કે.રાઠોડ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા, ત્યારે હેડ કોન્સ્ટેબલ રતનસિંહ ચતુરજી તથા ધનશ્યામસિંહ ખુમાનસીંહને ખાનગી રાહે બાતમી મળેલી કે, કોલવડાથી સોનીપુર ગામે જવાના રોડ ઉપર આવેલ ચેહરમાતાના મંદીર તરફ જતા આર.સી.સી. રોડ પાસે શંકાસ્પદ ત્રણેક ઇસમો પોતાની પાસે અલગ અલગ ત્રણ મોટર સાયકલ લઇને ઉભા છે.

આ બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા વિષ્ણુજી ધુળાજી ઠાકોર (રહે. જેઠલજ ગામ ઇશ્વરપુરા તા.કલોલ), લક્ષ્મણજી રાજાજી ઠાકોર ( રહે. સોનીપુરા ગામ તા.જી.ગાંધીનગ) તથા દીનેશજી કેશાજી ઠાકોરને ( રહે.સોનીપુર ગામે મહાદેવ વાળો વાસ, હાલ રહે. રૂપાલ ગામની સીમ, ગાંધીનગર ) ત્રણ મોટર સાઇકલ સાથે ઝડપી લેવાયા હતા. જેમની અંગજડતી કરતા અલગ અલગ કંપનીના ૮ મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા. જેનાં પગલે રીઢા ચોરોને એલસીબી ઓફીસ ખાતે લાવી ઉંડાણ પુર્વક પુછપરછ કરતા આ તમામ મોટર સાયકલ કલોલ વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી કર્યાની અને મોબાઇલ ફોન પણ ચોરીના હોવાની કબૂલાત કરી હતી.

આ ચોરોની પુછપરછ જારી રાખતા ઉપરોકત મોટર સાયકલ તથા મોબાઇલ ઉપરાંત કુલ-૮ સાઇકલોની પણ ચોરી કર્યાનું વધુમાં ખુલવા પામ્યું હતું. જે સાઇકલો પૈકી ચાર સાયકલો તેણે અલગ અલગ જગ્યાએ વેચી દીઘેલી અને બાકીની સાઇકલો રૂપાલ ખાતે આવેલ ઉપરોકત બોરકુવાની ઓરડીમાં સંતાડેલ હોવાનું જણાવતા તાત્કાલીક કુલ-૮ સાઇકલો રીકવર કરવામાં આવી હતી.

એક બાઈક બાઇક ગત તા.૨૬ મી જુલાઈના રોજ વહેલી સવારના કલોલ રેલ્વે સ્ટેશન ખાતે ભારત કોમ્પ્લેક્ષના પાર્કીંગમાંથી ચોરી કરેલી છે અને બીજું હીરો હોન્ડા પેશન પ્લસ મોટર સાઇકલ દસથી પંદર દિવસ પહેલા કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પાસેથી ખુલ્લી જગ્યામાથી પોતે ચોરી કરેલી છે અને તે સિવાય મોટર સાઇકલ પણ આજથી સાતેક દિવસ પહેલા કલોલ ફતેપુરા સોસાયટીના અંદરના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાથી ચોરી કરી હતી.

વિષ્ણુ ધુળાજી ઠાકોરે મોટર સાયકલ ઉપરાંત મળી આવેલ મોબાઇલ-૬ તથા સાઇકલો પણ અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી અને તેણે તેના અન્ય સાગરીતો જેમાં લક્ષ્મણ રાજાજી ઠાકોર તથા દીનેશજી કેશાજી ઠાકોરને વેચાણ માટે આપી હતી.આ ઉપરાંત સાઇકલ કુલ-૮ની પણ ચોરી કરેલી જેની કુલ કિ.રૂ. ૨૧ હજાર ૬૦૦ આંકવામાં આવી છે. તે પણ રીકવર કરવામાં આવી છે. આ સાયકલોની રેકર્ડ ઉપર ખાતરી કરતા તે પૈકી એક સાઇકલની ચોરી બાબતે પેથાપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલો છે. વિષ્ણુ ધુળાજી ઠાકોર મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૪માં પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલો છે. દીનેશ કેશાજી ઠાકોર અગાઉ સેકટર-ર૧ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં ચોરીના ગુનામાં પકડાયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.