Western Times News

Gujarati News

ભારત ગ્લોબલ લિડરશીપની ક્ષમતા ધરાવે છે : વડાપ્રધાન

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી એ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ ઈ-રૂપીને લોન્ચ કરી. ઈ-રૂપી ડિજિટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના દ્વારા લાભાર્થીઓને સીધો ફાયદો પહોંચશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત આજે દુનિયાને જાેઈ રહ્યો છે કે ટેક્નોલોજીને એડોપ્ટ કરવામાં, તેનાથી જાેડાવવામાં તે કોઈની પણ પાછળ નથી. ઈનોવેશનની વાત હોય, સર્વિસ ડિલિવરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ હોય, ભારત દુનિયાના મોટા દેશો સાથે મળીને ગ્લોબલ લીડરશીપ આપવાની ક્ષમતા ધરાવે છે.

પીએમએ કહ્યું કે પહેલા આપણા દેશમાં કેટલાક લોકો કહેતા હતા કે ટેક્નોલોજી તો ફક્ત અમીરોની ચીજ છે, ભારત તો ગરીબોનો દેશ છે. આથી ભારત માટે ટેક્નોલોજીનું શું કામ? જ્યારે અમારી સરકારી ટેક્નોલોજીને મિશન બનાવવાની વાત કરતી હતી ત્યારે અનેક રાજનેતા, કેટલાક ખાસ પ્રકારના એક્સપર્ટ્‌સ તેમના પર સવાલ ઉઠાવતા હતા.

આજે દેશે તે લોકોની સોચને પણ નકારી છે, અને ખોટી સાબિત કરી છે. આજે દેશની સોચ અલગ છે, નવી છે. આજે આપણે ટેક્નોલોજીને ગરીબોની મદદની, તેમની પ્રગતિના એક ટૂલ તરીકે જાેઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું કે ઈરૂપી એક પ્રકારે વ્યક્તિની સાથે સાથે ચોક્કસ હેતુ પણ છે. જે હેતુથી કોઈ મદદ કે કોઈ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે, તે તેના માટે જ ઉપયોગી થશે, ઈરૂપી એ સુનિશ્ચિત કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર જ નહીં, જાે કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈ સારવારમાં, કોઈના અભ્યાસમાં કે બીજા કામ માટે કોઈ મદદ કરવા માંગે તો કેશની જગ્યાએ ઈરૂપી આપી શકશે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે તેના દ્વારા અપાયેલું ધન, તે જ કામમાં ઉપયોગમાં લેવાયું છે જે કામ માટે તે રકમ અપાઈ છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.