Western Times News

Gujarati News

૭ વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો, હજી પણ કોઈ આશા નથી

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૭ વર્ષનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે અને હજુ ૧૮ ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના નથી. ગત વર્ષે આ સમય સુધીમાં સરેરાશ ૧૭ ઈંચ વરસાદ સાથે ૫૨ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો, જ્યારે આ વખતે માત્ર ૧૨ ઈંચ જ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ૪૪% વરસાદની ઘટ છે, તો વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં આ વર્ષે જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ જ્યારે ૯ ઓગસ્ટ સુધીમાં માત્ર ૦.૩૦ ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, ગુજરાતમાં આ વખતે વરસાદનું પ્રમાણ ખૂબ જ સાધારણ રહ્યું છે.

 

ગુજરાતમાં હાલ જ્યાં વરસાદની સૌથી વધુ ઘટ છે. તેમાં -૬૩% સાથે દાહોદ, -૬૧% સાથે અરવલ્લી, -૫૮% સાથે સુરેન્દ્રનગર, -૫૫ સાથે દાહોદ, -૫૩% સાથે દાહોદ-અમદાવાદનો સમાવેશ થાય છે. તો રાજ્યના જે તાલુકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે તેમાં ૧.૮૧ ઈંચ સાથે બનાસકાંઠાના લાખાણી, ૧.૮૭ ઈંચ સાથે થરાદ, ૨.૦૮ ઈંચ સાથે કચ્છના લખપત, ૨.૪૮ ઈંચ સાથે પાટણના સાંતલપુર-બનાસકાંઠાના વાવ, ૩.૩૩ ઈંચ સાથે ખેડાના ઠાસરા, ૩.૬૨ ઈંચ સાથે ગળતેશ્વરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. રીજિયોન પ્રમાણે જાેવામાં આવે તો કચ્છમાં સૌથી ઓછો ૫.૫૧ ઈંચ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૨૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો છે. એક તરફ ઉત્તર ભારતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.

પણ ગુજરાત કોરુધોકાર છે. જાેકે, હાલ વરસાદ આવવાની કોઈ આશા પણ નથી. હવામાન વિભાગ મુજબ ગુજરાત પર હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. એવામાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. તેના બાદ પણ કેવો વરસાદ પડશે તે કહી શકાય નહિ. પરંતુ જાે સમગ્ર સીઝનમાં આવો વરસાદ રહેશે તો આગામી ઉનાળુ આકરુ પડી રહેશે. લોકોને પાણી વગર વલખા મારવા પડશે. ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે. જેના કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડયા છે. વરસાદ ન હોવાથી વાતાવરણમાં ગરમીને રિ-એન્ટ્રી થઈ છે. ફરીથી બફારો મારવાની શરૂઆત થઈ છે. જેથી લોકો પણ કંટાળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.