મોડાસામાં સહકારી જિન અને કૃભકોનાં ઉપક્રમે ખેડુત તાલીમ શિક્ષણ કાર્યક્રમ યોજાયો
(તસ્વીર: બકોર પટેલ, મોડાસા) મોડાસામાં રાષ્ટ્રની અગ્રીમ સહકારી સંસ્થા કૃષક ભારતી કો.ઓપ.લી, કૃભકો તથા ધી મોડાસા સહકારી જીન લી.મોડાસા ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦/૦૮/૨૦૨૧ ના રોજ મોડાસા તાલુકાની સહકારી મંડળીઓ , સહકારી આગેવાનો ની ‘ સમૂહ ચર્ચા ‘ કાર્યક્રમનું આયોજન સહકારી જીન મુકામે કરવામાં આવેલ.
કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને સહકારી જીન તથા મોડાસા તાલુકા સંઘના ચેરમેન પંકજભાઈ પટેલ ઉપસ્થિત હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે કૃભકોના અરવલ્લી જિલ્લાના ડેલિગેટ શ્રી હીરાભાઈ પટેલ તથા શ્રી વિનુભાઈ પટેલ ઉપસ્થિત હતા.અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી પ્રભુદાસ પટેલ એ પી એમ સી મોડાસાના ચેરમેન શ્રી રાજુભાઇ પટેલ,તાલુકા સંઘ ના વાઇસ ચેરમેન શ્રી નટુભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.
માં.શ્રી પંકજભાઈ પટેલ તથા સહકારી મહાનુભાવોએ સહકારી માળખાને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. કૃભકો ના એરિયા મેનેજર મહેસાણા શ્રી સંદીપભાઈ પંડ્યાએ કૃભકો વિશે રાસા. ખાતરો ની વર્તમાન પરિસ્થિતિ વિશે તથા કૃભકોની સેવા પ્રવૃતિઓ વિશે,
કૃભકોના સેન્દ્રીય તેમજ જૈવિક ખાતરો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મળે તેવી વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ માં ખુબ જ મોટી સંખ્યામાં મોડાસા તાલુકાના સહકારી આગેવાનોએ હાજરી આપી હતી.સમૂહ ચર્ચાનું સફળ સંચાલન કૃભકો અરવલ્લીના પ્રતિનિધિ શ્રી સુમંત ભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.