Western Times News

Gujarati News

અરવલ્લીના દધાલિયામાં ટેંકર રાજ,પીવાના પાણી માટે લોકો ટેંકરના સહારે 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  અરવલ્લી જીલ્લામાં એક બાજુ મેઘરાજાએ રીસામણા લીધા છે.બીજી બાજુ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યા છે.જીલ્લામાં નલ સે જલ યોજના હેઠળ સવા લાખ લોકોને નળ કનેક્શન સાથે જોડી પાણી પહોંચાડવામાં આવતું હોવાની સાથે ૪૩ હજાર જેટલા કનેક્શન આપવાનું કામ પ્રગતીમાં હોવાના દાવા તંત્ર કરી રહ્યું છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે મોડાસા તાલુકાના દધાલિયા ગામે પીવાના પાણીના નળ તો છે

પણ પર્યાપ્ત માત્રામાં પાણીના જથ્થાના અભાવે પાણી લોકોના ઘરે ન પહોંચતા લોકો ટેંકર મારફતે પાણી મેળવવા કતારબદ્ધ લાઈનમાં ગોઠવાઈ જવું પડે છે આ સમસ્યા અંગે જવાબદર તંત્રમાં અનેકવાર રજુઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યા હલ ન થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે ગ્રામ્ય પંચાયતના અણધડ વહીવટના લીધે ગામમાં ૧૫ દિવસે પીવાનું પાણી મળતું ન હોવાનો આક્ષેપ ગામ લોકોએ કર્યો હતો.

અરવલ્લી જીલ્લામાં નલ સે જલ યોજનાની રૂપાકળી વાતો વચ્ચે હજુ પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો દર દર ભટકી રહ્યા છે ત્યારે મોડાસા તાલુકાના દઘાલીયા ગામમાં નળ તો દરેકના ઘરે છે પણ  પાણીની એક એક બુંદ માટે ગ્રામજનો તરસી રહ્યા છે ગ્રામ પંચાયતના અણધર વહિવટના કારણે ૧૫-૧૫ દિવસે પણ પાણી ન મળતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે.અધિકારીઓએ પાણી ની સમશ્યાને લઈ ગામમાં વિઝીટ પણ કરી ચુક્યા છે

પરંતુ ગંભીરતા ન દાખવતા આજે ગ્રામજનો  હિજરત કરવા મજબુર બને તો નવાઈ નહિ,તંત્ર દ્વારા નલ સે જલ તકની સુવિધા કરાઈ હોવા છતાં લાભ ન મળતા  લોકો રોષ ઠાલવી રહ્યા છે.૧૦ હજાર જેટલી વસ્તી ધરાવતા ગામમાં ત્રણ જેટલા હેન્ડપમ્પ કાર્યરત છે.પાણી લાવવું તો ક્યાંથી લાવવું સવાલ લોકોને સતાવી રહ્યો છે ત્યારે સંબધિત અધિકારીઓ ગામમાં સર્જાયેલી પાણીની સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

 

લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.