Western Times News

Gujarati News

પતિએ પત્નીનાં હાથમાં બીજા લગ્નનું સર્ટીફિકેટ મુકતાં પત્ની ચોંકી ગઈ

અમદાવાદ : ચાંદખેડામાં પત્ની હોવા છતાં પતિએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરીને પત્નીને ઘરમાંથી બહાર નીકળી જવા તથા અવારનવાર મિલ્કતમાં ભાગ માંગી ઝઘડો કરતાં મહિલાએ પતિ તથા અન્ય  સ્ત્રી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. રેખાબેન ભરતજી ઠાકોર ચાંદખેડામાં ગ્રામ પંચાયતની સામે રહે છે. તેમનાં લગ્ન ભરતજી ઠાકોર સાથે થયા હતા. જાકે જમીનની દલાલીનો ધંધો કરતાં ભરતજી અવારનવાર રેખાબેન સાથે તકરાર કરી મારઝુડ કરતાં હતા અને તું મને ગમતી નથી કહીને તેમનું અપમાન કરતાં.

તેમ છતાં સંતાનો ખાતર રેખાબેન સહન કરતા હતાં. છેલ્લા છ માસથી ભરતજી ઘરે આવવાનું બંધ કર્યા બાદ અચાનક ઘરે આવીને રેખાબેનનાં હાથમાં લગ્નનું સર્ટીફિકેટ મુક્યું હતું અને તેમને ઘરમાંથી નીકળી જવા કહેતાં તે ચોંકી ઊઠ્યા હતા. બાદમાં ભરતજીએ પોતાનાં જ પરીવાર સાથે ઝઘડો કરી મિલ્કતનો ભાગ માંગ્યો હતો. ત્યારબાદ ભરતજી તથા તેની નવી પત્ની મીના પણ અવારનવાર મિલકત અંગે ઝઘડો કરતાં પોતાનાં સાસરી પક્ષનાં સાથે મળીને રેખાબેને ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.