Western Times News

Gujarati News

BSEનું નવું સર્વેલન્સ એડ-ઓન પ્રાઈસ બેન્ડ ફ્રેમવર્ક ૨૩ ઓગસ્ટથી લાગુ પડશે

BSEએ વધુ એક સર્વેલન્સ ફ્રેમવર્ક દાખલ કર્યું

મુંબઈ: બીએસઈના પરિપત્ર બાદ નાના શેરોમાં શરૂ થઇ ગયેલા વેચાવાલીના દબાણ બાદ એક્સચેન્જે કરેલી સ્પષ્ટતા બાદ મામલો થાળે પડ્યો હતો. નવું સર્વેલન્સ એડ-ઓન પ્રાઈસ બેન્ડ ફ્રેમવર્ક ૨૩ ઓગસ્ટથી લાગુ પડશે. આ ફ્રેમવર્ક માત્ર બીએસઈના એક્સ, એક્સટી, ઝેડ, ઝેડપી, ઝેડવાય અને વાય ગ્રુપમાં માત્ર બીએસઈમાં લિસ્ટેડ સિક્યુરિટીઝને લાગુ પડશે.

ઉપરોક્ત ગ્રુપ્સમાં લિસ્ટેડ સિક્યુરિટીનો ભાવ છ મહિનામાં છ ગણો વધી જાય, એક વર્ષમાં ૧૨ ગણો વધી જાય, બે વર્ષમાં ૨૦ ગણો અને ત્રણ વર્ષમાં ૩૦ ગણો વધી જાય એવી સિક્યુરિટીઝને રિવ્યુ માટે પસંદ કરવામાં આવશે.  ઉદાહરણ તરીકે રૂ.૧૦નો ભાવ વાળો શેર છ મહિનામાં રૂ. ૬૦ (૬૦૦ ટકાનો વધારો) થઈ જાય, એક વર્ષમાં રૂ. ૧૨૦ (૧૨૦૦ ટકા વધી જાય),

બે વર્ષમાં રૂ. ૨૦૦ (૨૦૦૦ ટકા) અને ત્રણ વર્ષમાં રૂ. ૩૦૦ (૩૦૦૦ ટકા) થઈ જાય એવા શેર પુનર્સમીક્ષા માટે પસંદ કરવામાં આવશે. રિવ્યુની તારીખે સિક્યુરિટીઝની કિંમત રૂ.૧૦ કે તેથી વધુની હોવી જોઈશે. રિવ્યુ માટે પસંદ કરાયેલી સિક્યુરિટીઝનું માર્કેટ કેપિટલાઈઝશન રૂ.૧૦૦૦ કરોડથી ઓછું હોવું જોઈશે.

ઉક્ત જોગવાઈઓ પ્રમાણે પસંદ કરાયેલી સિક્યુરિટીઝને સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક પ્રાઈસ બેન્ડના સ્થાને છ માસિક, એક વાર્ષિક, દ્વિવાર્ષિક અને ત્રિવાર્ષિક પ્રાઈસ બેન્ડ લાગુ પડશે. એડ-ઓન પ્રાઈસ બેન્ડ ફ્રેમવર્ક હેઠળ મૂકવામાં આવેલી સિક્યુરિટીઝ ઓછામાં ઓછા ૩૦ કેલેન્ડર દિવસ ચાલુ રહેશે

અને એ પછી જો તેને ઉક્ત જોગવાઈઓ લાગુ ન પડતી હોય તો તેને ફ્રેમવર્કમાંથી બહાર કરવામાં આવશે. પસંદ કરવામાં આવેલી સિક્યુરિટીઝને ફ્રેમવર્કમાં ચાલુ રાખવા કે બહાર કરવાનો નિર્ણય માસિક ધોરણે લેવામાં આવશે. એડ-ઓન ફ્રેમવર્ક હેઠળની સિક્યુરિટીઝને દેનિક પ્રાઈસ ઉપરાંત એડ-ઓન પ્રાઈસ બેન્ડ્સ લાગુ પડશે.

મહત્ત્વના કોર્પોરેટ એક્શન્સ જેવા કે રાઈટ ઈશ્યુ, બોનસ ઈશ્યુ, મર્જર, અમાલગમેશન, ટેકઓવર ઈત્યાદિ સમયે આ ફ્રેમવર્ક નવી એડજસ્ટેડ કિંમતને લાગુ પડશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.