Western Times News

Gujarati News

પુત્રીના બિભત્સ ફોટા વાયરલ કરનાર જમાઈ વિરૂધ્ધ પિતાએ નોંધાવેલી ફરિયાદ

યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા શરૂ કરેલી કાર્યવાહી

(પ્રતિનિધિ) અમદાવાદ :  અમદાવાદ શહેરમાં એક પછી એક ગંભીર ઘટનાઓ ઘટી રહી છે આ પરિÂસ્થતિમાં સોશિયલ મીડિયા પર યુવતિઓને બદનામ કરતા કેટલાક તત્વો પણ સક્રિય છે જેના પરિણામે કેટલીક યુવતિઓના બિભત્સ ફોટા સોશિયલ મીડિયા પર મુકી તેને બદનામ કરવામાં આવી રહી છે આ દરમિયાનમાં શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પિતાએ પોતાના જ જમાઈ વિરૂધ્ધ પુત્રીને બદનામ કરવાના આશ્રયથી સોશિયલ મીડિયા પર બિભત્સ ફોટા અને મેસેજા વાયરલ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મુળ દિલ્હીના જમાઈએ લગ્ન બાદ કોઈ કારણોસર દિકરી સાથે સંપર્કો કાપી નાંખ્યા બાદ ફરીથી તેને મળીને સાસરે આવ્યો હતો પરંતુ અચાનક જ જાણ કર્યા વગર ફરી ગાયબ થઈ ગયેલા જમાઈએ દિકરીના વોટસએપ ઉપર તેના તથા યુવકના બિભત્સ ફોટા મોકલતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.

આ અંગેની વિગત એવી છે કે મોહનજીતસિંગ બગદા (રહે. વિજયચાર રસ્તા) ની પુત્રીના લગ્ન વર્ષ ર૦૧૩માં મૂળ દિલ્હીના અને હાલમાં કેનેડા ખાતે રહેતા મનદીપસિંગ ઈન્દ્રજીતસીંગ મખીજા સાથે થયા હતા લગ્ન બાદ તકરાર થતાં મનપ્રીતકૌર પિતાના ઘરે પરત ફરી હતી બાદમાં મનદીપસીંગ પણ અમદાવાદ ખાતે રહેવા આવી ગયા હતા

બાદમાં મનદીપસીંગ અચાનક જ અમદાવાદ છોડીને જતા રહયા બાદ વર્ષ ર૦૧૬માં અમદાવાદ આવી મનપ્રીતકોરને મળી પરત જતાં રહયા હતા. જાકે થોડા દિવસ પછી યુનિવર્સિટી પોલીસે મોહનજીત તથા તેમની પુત્રીને જવાબ લખવા બોલાવતા મનદીપે તેમની વિરૂધ્ધ કેસ કર્યાનો ખ્યાલ આવ્યો હતો જેથી મનપ્રીતે છુટાછેડા માટે અરજી કરતાં મનદીપે તેને મનપ્રીત તથા અન્ય એક યુવકના બિભત્સ ફોટા મોકલી આપતાં તે ચોંકી ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી

ત્યારબાદ મનદીપે નકલી વેડીંગ કાર્ડ બનાવીને મોકલ્યુ હતું અને મનપ્રીતના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી હતી જેના પગલે મોહનજીતસિંગે જમાઈ મનદીપ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.