Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ આજે ગુજરાત ઈન્વેસ્ટર સમીટમાં નવી સ્ક્રેપ પોલીસી જાહેર કરી

કચરામાંથી કંચન બનાવવાના અભિયાનમાં સૌ સાથે જાેડાશે એવી મારી આશા છેઃ વડાપ્રધાન
(હિ.મી.એ),અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ઈન્વેસ્ટર સમિટ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદમાંજ યોજાયો હતો. સાથેજ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ અમદાવાદમાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબિલ સ્ક્રેપિંગ પોલિસીને લોન્ચ કરી હતી. પોલીસી લોન્ચ કરીને પીએમ મોદીએ કહ્યું આનાથી દેશમાં સકારાત્મક ર્પરિવતન આવશે. દેશની અર્થવ્યવસ્થા માટે મોબિલિટી મોટો ફેક્ટર છે. સાથેજ તેમણે કહ્યું કે મોબિલિટી આર્થિક વિકાસ માટે પણ ઘણી મદદરૂપ છે.

મોદીએ કહ્યું કે નવી સ્ક્રેપિંગ પોલિસિ વેસ્ટ ટૂ વેસ્થના મંત્રને આગળ વધારશે. આવનારા ૨૫ વર્ષ ગણા મહત્વના રહેશે. જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. તે પ્રમાણે આપણે પરિવર્તન લાવવું પડશે. સાથેજ વડાપ્રધાને કહ્યું કે આપણે ક્લાઈમેટ ચેન્જની ચેતવણીનો સામનો કરી રહ્યા છે. જેથી આપણા હિત માટે આપણે મોટા પગલા લેવા પડશે.

મોદીએ સ્ક્રેપ કરવા વાળી ગાડીઓ માટે સર્ટીફિકેટ મળશે તેવું કહ્યું. નવી ગાડી ખરીદશો તો તમને રજિસ્ટ્રેશનના રૂપિયામાં પણ છૂંટ મળશે સાથેજ રોડ ટેક્સ પર પણ છૂટ મળશે. સાથેજ તેમણે કહ્યું કે ગાડિયોનો વૈજ્ઞાનિક પદ્ધતીથી ટેસ્ટ કરીને તેને સ્ક્રેપ કરવામાં આવશે ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પોલીસી દ્વારા ઓટો મેટલ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું. ઉપરાંત તેમણે કહ્યું કે સ્ક્રેપિંગ ફીલ્ડમાં કામ કરવા વાળા લોકોને ઘણો ફાયદો થશે અને ઈન્ડ્‌સ્ટ્રીના લોકો પાસે ૨૫ વર્ષનો આર્ત્મનિભર ભારતનો રોડમેપ રહેશે. જૂની નીતિઓને બદલવી પડશે સાથેજ તેમણે કહ્યું જૂની નીતિઓને બદલીને નવી નીતિઓ પર કામ કરવું પડશે.

ઈથેનોલ હોય, હાઈડ્રોજન ફ્યુલ હોય કે પછી ઈલેક્ટ્રિક મોબિલિટી હોય, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે ઈન્ડસ્ટ્રીની સક્રિય ભાગીદારી ઘણી જરૂરી છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું સાથેજ તેમણે કહ્યું કે ઇશ્ડ્ઢ થી લઈને ઈન્ફ્રાસ્ટ્રચર સુધી ઈન્ડસ્ટ્રીએ પોતાનો ગ્રોથ કરવો પડશે. તેના માટે જે પણ મદદ જાેઈતી હશે સરકાર તે પહેલા કરશે.

ગુજરાતમાં દર વર્ષે એક ઈન્વેસ્ટર સમિટનું આયોજન થાય છે. આ સમિટની શરૂઆત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ સાંત કંપીનીઓએ સરકાર સાથે એમઓયુ સાઈન કર્યું છે. જેમા ૬ ગુજરાતની અને એક અસમની કંપની શામેલ છે.

આ સાથે પ્રધાન મંત્રી મોદી કહ્યું હતું કે આ પોલિસી દેશમાં ૧૦ હજાર કરોડનું નવું ઇન્વેસ્ટમેન્ટ લઈ આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ આર્ત્મનિભર ભારત તરફ એક મોટું પગલું છે. જે ઓતો સેક્ટરમાં દેશની શક્તિને મજબૂત કરશે. આ પોલિસીના કારણે જૂના વાહનોના કારણે થતાં અકસ્માતો પણ અટકશે.

આ કચરાથી કંચન સુધી લઈ જતી પોલિસી છે જે દેશમાં નવી આશાઓનું અને નવા અવિષ્કારોનું નિર્માણ કરશે.મોદીએ જણાવ્યું હતું કે, ૭૫ માં સ્વતંત્રતા દિવસ પહેલા આજનો કાર્યક્રમ આર્ત્મનિભર ભારતના મોટા લક્ષ્યને સિદ્ધ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આજે આપણે સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ કરી રહ્યાં છીએ, જે આવનારા સમયમાં નવા ભારતની મોબિલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે.

અનફિટ વાહનોને માર્ગ પરથી હટાવવામાં આ પોલિસી મહત્વની સાબિત થશે.ક્લાઈમેન્ટ ચેન્જની ચેલેન્જ આપણે રોજ અનુભવી રહ્યા છીએ. ભારત અને તેના નાગરિકોના હિત માટે મોટા પગલાં લેવા જરૂરી છે. એનર્જી ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે. આજે ભારત દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ છે. રોડના નિર્માણમાં વેસ્ટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયા છે.

આ પોલિસીથી સામાન્ય પરિવારોને દરેક રીતે લાભ મળશે. નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે નવો ટેક્સ નહીં આપવો પડે. રોડ ટેક્સમાં છૂટ મળશે. ઈંધણની બચત થશે.જૂની ગાડીઓથી રોડ એક્સીડેન્ટનો ખતરો વધુ રહે છે, તેનાથી મુક્તિ મળશે. પ્રદૂષણમાં ઘટાડો થશે.

ગાડી તેની એજ જાેઈને સ્ક્રેપ નહીં કરીએ પંરતુ તેનો વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ થશે. ગુજરાતના અલંગને શીપ રિસાકલિંગનું હબ માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. મેન પાવર પણ ઉપલબ્ધ છે. ત્યારે અહીં ગાડીઓના સ્ક્રેપિંગનું મોટું હબ સાબિત થઈ શકે છે.

વિશેષ રીતે સ્ક્રેપિંગથી જાેડાયેલા કામદારોના જીવનમાં બદલાવ આવશે. અન્ય કર્મચારીઓને લાભ મળશે.ઓટો અને મેટલ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે. ગત વર્ષે ૨૩ હજાર કરોડનું સ્ક્રેપ સ્ટીલ ઇમ્પોર્ટ કરવું પડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.