Western Times News

Gujarati News

લગ્ન કરનારાઓના ઘરે નોટિસ મોકલવી અદાલતનું અપમાનઃ દિલ્હી હાઇકોર્ટ

પ્રતિકાત્મક

નવીદિલ્હી, દિલ્હી વડી અદાલતે કહ્યું કે અહીં એક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે વિશેષ લગ્ન કાયદા (એસએમએ) અંતર્ગત એક મહિલા સાથે લગ્ન કરવા ઇચ્છુક એક વ્યક્તિના ઘરે નોટિસ મોકલી પ્રથમ દૃષ્ટિએ અદાલતનું અપમાન કર્યું છે.

હાઇકોર્ટે આવી કોઇ પણ નોટિસ મોકલવા પર રોક લગાવી રાખી છે. અલગ-અલગ ધર્મોની દંપતીની અરજી પર સુનાવણી કરતાં ન્યાયમૂર્તિ નઝ્‌મી વઝીરીએ અધિકારીને નોટિસ મોકલી અને તેમને એ કારણ જણાવવામાં કહ્યું કે ન્યાયના પ્રશાસનને બાધિત કરવા માટે તેમના વિરૂદ્‌ઘ અદાલતની અવમાનની કાર્યવાહી કેમ કરવામાં ન આવે?

અદાલતે દોહરાવ્યું કે જ્યારે પણ કોઇ દંપતી એસએમએ અંતર્ગત લગ્નની નોંધણી કરાવવા માગે છે તો તેમના ઘરો પર નોટિસ ન મોકલવામાં આવે. આવી નોટિસ મોકલવા પર પ્રતિબંધ છે કારણ કે તેનાથી અરજદારોની યોજના પર પાણી ફરી શકે છે કે તેમના જીવને જાેખમ થઇ શકે છે.

અદાલતે કહ્યું કે એપ્રિલ ૨૦૦૯માં હાઇકોર્ટે એક આદેશ પસાર કરતાં નિર્દેશ આપ્યો હતો કે એસએમએ અંતર્ગત નોટિસોને દંપતીના ઘરો પર મોકલવાને બદલે કાર્યાલયના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવે અને દિલ્હી સરકારે આ સંબંધમાં તમામ ઉપાયુક્તોને નિર્દેશ પણ આપ્યા હતાં. આ મામલે આગામી સુનાવણી ૮ સપ્ેટમ્બરે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.