Western Times News

Gujarati News

કેરળમાં રસી લેનારા ૪૦ હજાર લોકો સંક્રમિત થયા

Files Photo

તિરૂવનંતપુરમ,  કેરાલામાં નવ જિલ્લામાં વેક્સીનના ડોઝ લેનારા સંખ્યાબંધ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. આવા લગભગ ૪૦૦૦૦ કેસ સામે આવ્યા છે. તેમાં પણ એક જ જિલ્લામાં વેક્સીનની એક ડોઝ લેનારા ૧૫,૦૦૦ જેટલા અને બંને ડોઝ લેનારા ૫૦૦૦ લોકો સંક્રમિત થયા છે.

મીડિયા રિપોર્ટો પ્રમાણે કેરાલામાં અત્યાર સુધી કોરોનાની રસી લેનારા ૪૦,૦૦૦ લોકોમાં કોરોના જાેવા મળ્યો છે. સામાન્ય રીતે કોરોનાની રસી લીધા પછી પણ જાે કોરોના થાય તો તેને બ્રેકથ્રૂ ઈન્ફેક્શન પણ કહેવામાં આવે છે.

જાેકે અમેરિકાના આરોગ્ય નિષ્ણાતોનુ કહેવુ છે કે, બ્રેક થ્રૂ ઈન્ફેક્શન એવા ઈન્ફેક્શનને કહેવામાં આવે છે જ્યાં કોરોના વેક્સીનની બંને ડોઝ લેનારા વ્યક્તિને ૧૪ દિવસ કે તેનાથી વધારે સમય બાદ કોરોનાનુ સંક્રમણ લાગે. કેરાલામાં કોરોનાના વધતા કેસ જાેઈને કેન્દ્ર સરકારે તમામ કેસની જીનોમ સિક્વન્સિંગ કરવા માટે કહ્યુ છે.

જેથી કોરોનાના નવા વેરિએન્ટના કારણે કેસ સામે આવી રહ્યા છે કે કેમ તેની જાણકારી મળશે. કારણકે બ્રેક થ્રૂ ઇન્ફેક્શનના કારણે પહેલી શંકા એ જ જતી હોય છે કે, કોરોનાનો કોઈ એવો વેરિએન્ટ અસ્તિત્વમાં આવ્યો હોઈ શકે છે જેના પર રસીની અસર ના થતી હોય.

જાેકે એક અંગ્રેજી અખબારના કહેવા પ્રમાણે રાહતની વાત એ છે કે, વેક્સીન લેનારાઓને હોસ્પિટલ બેડની જરૂર ઓછી પડી રહી છે. કેરાલામાં ગયેલી કેન્દ્રની ટીમનુ પણ કહેવુ છે કે, કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ બંને પ્રકારની રસી લેનારાઓને ફરી કોરોનાનુ સંક્રમણ લાગી રહ્યુ છે. આ ટીમે વાયરસના નવા સ્વરૂપની પણ આશંકા વ્યક્ત કરી છે.જે લોકોની રોગ પ્રતિકારક શક્તિને નબળી પાડી રહ્યો હોવાની શક્યતા છે. કેરાલામાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.