Western Times News

Gujarati News

ભૂજની 300 મહિલાઓએ 1971માં ફક્ત 72 કલાકમાં વાયુદળ માટે રનવેનું નિર્માણ કર્યું હતું

શોર્ટ ફિલ્મ ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન રાષ્ટ્રવાદી ભાવના સાથે સાહસિકતા દાખવનાર ભૂજની 300 મહિલાઓના અવિસ્મરણીય પ્રદાનને બિરદાવે છે

એસીસી લિમિટેડે અજય દેવગન અભિનિત ‘ભૂજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ સાથે જોડાણ કર્યું છે-એસીસી લિમિટેડએ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા શોર્ટ ફિલ્મ ‘ભૂજ કી ભૂજાયે’ રીલિઝ કરી

મુંબઈ, ચાલુ વર્ષે પોતાની 85મી વર્ષગાંઠ ઉજવતી એસીસી લિમિટેડ વર્ષ 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન 300 મહિલાઓના સાહસ અને શૌર્યની ઉજવણી કરી રહી છે. In 1971 300 Bhuj Women Risked Their Lives to Revive a Bombed Airstrip in 3 Days

આ માટે કંપનીએ આજે ‘ભૂજકીભૂજાયે’નામની એક શોર્ટ ફિલ્મ રીલિઝ કરી હતી. આ શોર્ટ ફિલ્મ એસીસીના ‘ભૂજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’સાથે જોડાણથી પ્રેરિત છે. આ ફિલ્મ સાહસ, રાષ્ટ્રપ્રેમ અને દ્રઢતાની ગાથા છે.

શોર્ટ ફિલ્મ રાષ્ટ્રનિર્માણ ‘દેશનિર્માણ’ કેન્દ્રિ છે, જે હંમેશા કંપનીના વિઝનનું હાર્દ રહ્યું છે. એસીસીએ સમયની સાથે ટકાઉ અને મજબૂત માળખાનું નિર્માણ કેવી રીતે કર્યું છે એનું પ્રતીક આ શોર્ટ ફિલ્મ છે. કંપનીએ દેશમાં અગ્રણી સિમેન્ટ કંપનીઓ પૈકીની એક તરીકે પેઢી દર પેઢી વિશ્વાસ સંપાદિત કર્યો છે.

‘ભૂજ કી ભૂજાયે’ વર્ષ 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ પર આધારિત વાસ્તવિક ગાથા દર્શાવે છે. એ વર્ષે પાકિસ્તાનના વાયુદળે ભૂજની હવાઈ પટ્ટી પર 14થી વધારે નાપાલ્મ બોંબ ફેંક્યા હતા. યુદ્ધના ધોરણે હવાઈપટ્ટીનું પુનર્નિર્માણ કરવાની જરૂર હતી.

ભૂજની આસપાસના ગામની 300 સ્થાનિક મહિલાઓએ હવાઈપટ્ટીના સમારકામના વ્યવહારિક રીતે અશક્ય લાગતા કામને શક્ય કરી દેખાડ્યું હતું. પોતાના જીવને સતત જોખમમાં મૂકીને તેમણે ફક્ત 72 કલાકમાં વાયુદળ માટે રનવેનું નિર્માણ કર્યું હતું.

The women wore pale green sarees to camouflage with their surroundings and toiled day and night fixing the airstrip. Whenever the IAF sensed an enemy attack, an alarm was raised and everyone would immediately take shelter under the bushes. On the fourth day, the airstrip was finally functional, and an IAF combat aircraft took off.

તેમના આ પ્રશંસનીય પ્રયાસોથી ભારતને યુદ્ધમાં અણીના સમયે મદદ મળી હતી, જેના પગલે છેવટે દેશનો યુદ્ધમાં વિજય થયો હતો. આ શોર્ટ ફિલ્મમાં વોઇસ પ્રસિદ્ધ અભિનેતા આશિષ વિદ્યાર્થીએ આપ્યો છે.

આ ફિલ્મમાં આ પ્રેરક ગાથાનું સંપૂર્ણ વર્ણન દર્શાવવા કેન્વાસ તરીકે એસીસીના પેકેજિંગનો ઉપયોગ થયો છે અને એક પછી એક દરેક ફ્રેમ ગર્વની ગાથાને બયાન કરે છે. સ્ટોરીનું વર્ણન કાવ્ય દ્વારા થયું છે અને એના શબ્દો રનવેનું નિર્માણ કરનાર સાહસિક મહિલાઓને સમર્પિત છે,

જેમણે મહેનત કરીને, નિર્ભયતાપૂર્વક, રાષ્ટ્રનિર્માણનું આ કામ પાર પાડ્યું હતું. ભારતના ઇતિહાસમાં એમની આ ખંત અને દ્રઢતાની ગાથા અભૂતપૂર્વ હતી, જેણે નૈતિક જુસ્સો વધારવાની સાથે ભારતને યુદ્ધમાં વિજય મેળવવામાં મદદ કરી હતી.

એસીસી લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી શ્રીધર બાલાક્રિષ્નને કહ્યું હતું કે, “એસીસી લિમિટેડે મહાન રાષ્ટ્રના નિર્માણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે અને રાષ્ટ્રનિર્માણની અજેય ગાથા બયાન કરવાની અમારી જવાબદારી છે, જેમાં ફક્ત રાષ્ટ્રપ્રેમ રહ્યો છે.

ચાલુ વર્ષે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા અમે ઇતિહાસનું સર્જન કરનાર આ મહિલાઓની મહાગાથામાંથી પ્રેરણા લઈને અમારા દેશ પ્રત્યેની કટિબદ્ધતાને વધારે મજબૂત કરવા ઇચ્છીએ છીએ. અમારો પ્રયાસ આપણા દેશ માટે હંમેશા મજબૂત પાર્ટનર અને પ્રગતિના નિર્માતા બનવાનો રહેશે.”

એસીસીના આ તમામ પ્રયાસો મજબૂત અને દ્રઢ ભારતનું નિર્માણ કરવા આતુર છે, જે આ મહિલાઓ ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન દાખવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.