Western Times News

Gujarati News

મુંબઈમાં ધોધમાર વરસાદથી હવાઈ સેવા ઠપ્પ

File

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ : છેલ્લા એક સપ્તાહથી વધી રહેલા ઉકળાટ અને ગરમીને કારણે મુંબઈના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. પરંતુ ગઈકાલે રાતથી શરૂ થયેલ વરસાદથી ઠંડક થવાને કારણે લોકો રાહત અનુભવતા હતા. પરંતુ જારદાર તથા ધોધમાર વરસતા વરસાદને કારણે લોકો ભારે હાડમારીમાં મુકાઈ ગયા હતા.
એકાએક આકાશમાં વાદળો ઘેરાયા હતા. તૂટી પડેલા જોરદાર વરસાદને કારણે લોકલ ટ્રેઈનમાં અવરજવર કરનાર સેકડો મુસાફરો ભારે તકલીફમાં મુકાયા હતા. ઘનઘોર વાદળ, મેઘ ગર્જના તથા વિજળીના ચમકારાથી લોકો ચોંકી ઉઠ્યા હતા. વરસાદની શરૂઆતથી જ મેઘરાજાએ ધુમધડાકા સાથે મુંબઈમાં આગમન થયુ હતુ. વિજળી પડવાને કારણે બે બાળકો મૃત્યુ પામ્યાના સમાચાર છે.

ભારે તોફાની વરસાદને કારણે મુંબઈમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. પાણી ભરાયાના કારણે ટ્રાફિક પર ઘેરી અસર પડી છે. કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તથા પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. જેથી કેટલંક ઠેકાણે તો કેડ સમા પાણીમાં લોકોને ચાલીને જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે તોફાની વરસાદ તથા નોન-વિઝીબિલીટીને કારણે મુંબઈ એરપોર્ટ પર આવતા-જતાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વિમાનોને અન્ય સ્થળે ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. કેટલીક ફલાઈટોએ સુરત તો કેટલીક ફલાઈટોને ડાયવર્ટ કરી હતી. એરપોર્ટ ઓથોરીટીના જણાવાયા અનુસાર ફલાઈટોને સુરત અને ર૯ ફલાઈટોને દિલ્હી ડાયવર્ટ કરાઈ હતી.
મુંબઈ તથા પરા વિસ્તારોમાં પૂરજાશમાં વરસાદ તૂટી પડ્યો હતો. શરૂઆતમાં ધીમી ધારે પરંતુ ત્યારબાદ એકાએક જારદાર વરસાદે જનજીવનને પણ ભારે અસર પડી હતી. નોકરીમાંથી છૂટેલા કર્મચારીઓ પણ જારદાર વરસાદથી ભારે હાલાકી અનુભવી રહ્યા હતા. ધોમધખતા તાપમાં તપતા મુંબઈવાસીઓ વરસાદથી રક્ષણ મેળવવા રેઈનકોટ કે છત્રી પણ નહોતી. તેથી પલળતા પલળતા ઘર સુધી જવું પડ્યુ હતુ. પાણી ભરાવાને કારણે ઘણી જગ્યાએ દ્વિચક્રી વાહનો અટકી પડ્યા હતા. તો કેટલેક સ્થળોએ એટલા પાણી ભરાઈ ગયા હતા કે ચાલીને જવું રાહદારીઓને માટે મુશ્કેલ બન્યુ હતુ.

સમગ્ર મુંબઈ જળબંબાકાર બની ગયુ હતુ. એકાએક પડેલા ધોધમાર વરસાદને કારણે ચોપાટી તથા મરીન ડ્રાઈવ પર ફરવા આવેલા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.  મોડીરાતથી શરૂ થયેલા અતિ ભારે વરસાદને કારણે મુંબઈ આવતી જતી ટ્રઈનો તથા લોકલ ટ્રેઈનોને ભારે અસર પહોંચી હતી. ઘણી ટ્રેઈનો સમયસર ઉપડી શકી નહોતી. અને બહારથી આવતી ટ્રેઈનો મોડી પડી હતી. છેલ્લા સમાચાર મુજબ વરસાદનેં જાર ધીમું પડ્યુ છે. મેંબઈમાં પડલા વરસાદ બાદ આજે સુરતમાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.