Western Times News

Gujarati News

પંજાબ: ખેતરમાં ‘આઈ લવ પાકિસ્તાન’ લખેલા બલૂન મળ્યા

હરિયાણા, પંજાબમાં આઈ લવ પાકિસ્તાન લખેલા બલૂન મળ્યા છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. રૂપનગરના એસએસપીએ કહ્યુ કે પાકિસ્તાની ધ્વજ વાળા ફુગ્ગાઓ અને જેની પર આઈ લવ પાકિસ્તાન લખ્યુ છે. રૂપનગરના સંદોયા ગામના કૃષિ વિસ્તારમાંથી મળ્યા છે.

આ સાથે જ તેમણે કહ્યુ કે એવુ લાગે છે કે ફુગ્ગાઓ બાજુમાંથી આવ્યા છે પરંતુ અમે બીજા એંગલથી ઈનકાર કરી શકતા નથી. તેમણે કહ્યુ કે તપાસ શરૂ કરી દીધી છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પાકિસ્તાનના નાપાક ઈરાદાઓથી રાજ્યની રક્ષા કરવા રવિવારે સંકલ્પ લીધો અને કહ્યુ કે અમે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ અમારા વિસ્તારમાં કોઈ પ્રકારે હુમલો અથવા આક્રમકતા સહન કરીશુ નહીં. પંજાબ માટે કોઈ જોખમ હોવાનો અર્થ એ છે કે સમગ્ર દેશ માટે જોખમ. સ્વતંત્રતા દિવસ સમારોહમાં તિરંગો ફરકાવ્યા બાદ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવા માટે ખેડૂતોની સાથે મળીને લડત જારી રાખવાનો પણ સંકલ્પ કર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.