Western Times News

Gujarati News

ઈન્ડિયન આઈડલ-12ઃ મેકર્સની ટીકા બદલ સાહિલને ફિનાલેમાં બોલાવાયો નહીં

મુંબઈ, ટેલિવિઝનની દુનિયાના પોપ્યુલર રિયાલિટી શોમાંથી એક ઈન્ડિયન આઈડલ ૧૨નું ૧૫મી ઓગસ્ટે ગ્રાન્ડ ફિનાલે હતું. સિંગિંગ શોનું ફિનાલે સાચા અર્થમાં ગ્રાન્ડ રહ્યું. ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલેનો એપિસોડ ૧૫ કલાકનો રહ્યો હતો, જેમાં ૪૦થી વધુ એક્ટ્‌સ અને ૨૦૦થી વધુ સોન્ગ સાંભળવા મળ્યા હતા. ફિનાલેમાં શોના જજ સોનુ કક્કડ, હિમેશ રેશમિયા, અનુ મલિક સિવાય વિશાલ દદલાની, ઉદિત નારાયણ, જાવેદ અલી, અલ્કા યાજ્ઞિક, કુમાર સાનુ સહિતના ઘણા દિગ્ગજ સિંગર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય સીઝનમાં અગાઉ આઉટ થયેલા તમામ કન્ટેસ્ટન્ટ્‌સને નોતરું આપવામાં આવ્યું હતું, સિવાય એકને. આ કન્ટેસ્ટન્ટ બીજાે કોઈ નહીં પરંતુ સાહિલ સોલંકી હતો. મેકર્સે સાહિલ સોલંકીને ફિનાલેમાં બોલાવ્યો નહીં. આ પાછળનું એક અલગ જ કારણ છે.

સાહિલ સોલંકી ઈન્ડિયન આઈડલ ૧૨માંથી બહાર થનારો પહેલો કન્ટેસ્ટન્ટ હતો. શોમાંથી એલિમિનેટ થયા બાદ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેણે એક વીડિયો શેર કર્યો હતો, જે બાદમાં તેણે ડિલીટ કરી દીધો હતો. આ વીડિયોમાં તેણે સિંગિંગ શોના મેકર્સ પર ઘણા આરોપ લગાવ્યા હતા. વીડિયોમાં તેણે કહ્યું હતું કે, મેકર્સે તેને જાણી જાેઈને બહાર કર્યો હતો. તે ઘણા શોનો ભાગ રહી ચૂક્યો છે પરંતુ આ વખતે મેકર્સે જાણી જાેઈને આમ કર્યું. તેણે મેકર્સ પર એકદમ બકવાસ સોન્ગ આપવાનો અને સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો પ્રમોટ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેથી, સાહિલ સોલંકીને ન બોલાવીને મેકર્સે તેની સાથે બદલો લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝન અત્યારસુધીની વિવાદાસ્પદ સીઝન પણ રહી હતી. શો પર માત્ર સાહિલ સોલંકીએ જ નહીં પરંતુ દર્શકોએ પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. ખાસ કરીને નચિકેત લેલે અને સવાઈ ભાટ બહાર થયો ત્યારે દર્શકો મેકર્સ પર વિફર્યા હતા અને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કર્યા હતા. દર્શકોએ શો સ્ક્રિપ્ટેડ અને પક્ષપાતી હોવાનું કહ્યું હતું.

નચિકેત લેલે તેમજ સવાઈ ભાટ સિવાય અંજલી ગાયકવાડ અને આશિષ કુલકર્ણી બહાર થયા ત્યારે પણ હોબાળો થયો હતો. ફેન્સે કહ્યું હતું કે,મેકર્સે શન્મુખપ્રિયા અથવા દાનિશમાંથી કોઈ એકને વિનર બનાવવા માગે છે. જાે કે, ફિનાલેમા તેવું થયું નહીં અને ટ્રોફી પવનદીપ રાજને જીતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.