Western Times News

Gujarati News

સ્ત્રીને ગર્ભપાત કરાવવાનો અધિકાર મૌલિક છે – જસ્ટીસ શ્રી જે ચેલમેશ્વર

સુપ્રિમકોર્ટ સમક્ષ અને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કોરોના વેક્સિન સામે ઉઠેલા સવાલ શું? વેક્સિન લેનારાઓને કોરોના થાય છે તો ‘વેક્સિન’ નહીં લેવાનો નાગરિકો નો મૌલિક અધિકાર ખરો કે નહીં?!

તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે બીજી તસવીર ગુજરાત હાઈકોર્ટની છે જેમાં જુદા જુદા મુદ્દે ‘વેક્સિન’ સામે પ્રશ્નો ઉઠાવતી અરજીઓ દાખલ થઇ છે! જેમાં સુપ્રીમ કોર્ટમાં વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલના સંદર્ભ માં મુદ્દો ઉઠાવતી અરજી થઈ છે!

અને એડવોકેટ પ્રશાંત ભૂષણે મુદ્દો ઉઠાવ્યો છે કે સરકારે આંતરરાષ્ટ્રીય ચિકિત્સા માપદંડ અનુસાર ડેટા જાહેર કરે તે અનિવાર્ય અને આવશ્યક છે! જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એલ. નાગેશ્વર રાવ અને જસ્ટીસ શ્રી અનિરુદ્ધ બોઝ ની ખંડપીઠ કરી રહી છે અને સરકારને ચાર સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે

જ્યારે બીજી એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે જેમાં દેશની આઝાદી માટે જાનની બાજી લગાવનારા વાયુદળના અધિકારી શ્રી યોગેન્દ્ર કુમારની છે! વાયુદળ ના નવ કર્મચારીઓએ રસીકરણનો ઇનકાર કર્યો છે! જેમાં એક ને સર્વિસના નિયમનો ઉલ્લંઘન ગણાઇ બરતરફ કરાયેલા છે

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શ્રી એ.જે. દેસાઈ અને જસ્ટિસ એ.પી ઠાકરની ખંડપીઠ માં સુનાવણી દરમિયાન વાયુદળને આદેશ આપ્યો છે કે વાયુદળ ના અધિકારી યોગેન્દ્રકુમાર વિરુદ્ધ એક મહિના સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેમના મામલે યોગ્ય વિચારો કરવામાં આવે હવે પછીની સુનાવણીમાં યોગેન્દ્ર કુમાર ની બરતરફી અંગે ર્નિણય થશે

અત્રે એ નોંધવું જરૂરી છે કે કહેવાય છે કે કેરાલામાં વેક્સિન લેનાર ૪૦,૦૦૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને આવું અનેક જગ્યાએ બની રહ્યું છે ત્યારે વેક્સિનને કોરોના સામેની બાહેધરી નથી આપતી!

અને કોઈ વ્યક્તિ અન્ય દવાથી કોરોના થી બચવા માંગતી હોય અને ઇલાજ કરતી હોય તો ‘વેક્સિન’ લેવાની ફરજ પાડી વ્યક્તિનો મૌલિક અધિકાર છીનવી લઇ શકાય ખરો? સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચૂડે ‘રાઇટ ટુ પ્રાઈવેસી’ અધિકારને મૌલિક બંધારણીય અધિકાર તરીકે ઠરાવતા કહ્યું છે કે ‘‘રાજ્ય જીવન કે સ્વાતંત્ર નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું,

કોઈપણ સભ્ય દેશ વ્યક્તિના ‘જીવન અને વ્યક્તિ સ્વતંત્ર’ પર તરાપ મારવાનો વિચાર કરી શકે નહીં’’ ત્યારે વેક્સિન ન લેનાર ને જેલમાં પૂરી શકાય ખરો?! આ અંગે અદાલત શું તારણ કાઢે છે એ જાેવાનું રહે છે!! ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ શ્રી એલ નાગેશ્વર રાવ અને જસ્ટીસ શ્રી અનિરુદ્ધ બોઝની બેંચ સમક્ષ ચાલતી સુનાવણી! જ્યારે ગુજરાત હાઇકોર્ટ માં જસ્ટિસ શ્રી એ.જે.દેસાઇ અને જસ્ટિસ શ્રી એ.પી.ઠાકર ની બેન્ચ સમક્ષ ચાલતી ‘વેક્સિન કેસની સુનાવણી!!

સુપ્રીમકોર્ટના જસ્ટિસ જે ચેલમેશ્વરે કહ્યું છે કે ‘‘કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવા માગતી હોય કે તેનો ગર્ભપાત કરાવી દેવા માગતી હોય તો તેનો તે મૌલિક અધિકાર છે’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એ કહ્યું છે કે ‘‘વિચારોની સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, અણગમો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા અને ભયથી સ્વતંત્રતા આ ચારે પ્રત્યેક વ્યક્તિને મળવા જાેઈએ’’!!

અને તેવા સંજાેગોમાં અનેક બુદ્ધિજીવીઓ અને કર્મશીલ ફરજિયાત વેક્સિન લેવા સામે વિરોધ વધતો જાય છે કારણકે બે બે ડોઝ લેનારાઓને ‘કોરોના’ થવાના કેસો ઝડપ થી વધતા જવાના અહેવાલો અને સંકેતો સરકારી દફતરે નોંધાયા છે પણ કહેવાય છે કે કેટલીક માહિતી ગુપ્ત રખાય છે!

પરંતુ આ સંદર્ભે એક કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે તો એક કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પણ આવ્યો છે ત્યારે નાગરિકોને વેક્સિન લેવી કે નહીં તેમજ વેક્સિંન સિવાયની અન્ય દવાથી વ્યક્તિ શા માટે પોતાની જાતને બચાવવાનો મૌલિક અધિકાર ના હોવો જાેઈએ?! આ મુદ્દો કાયદાવિદો માં પણ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.