Western Times News

Gujarati News

#MakeAWish 10 બાળકોએ દિલ્હી-NCR સર્કિટ પર સ્પેશ્યલ ફેરારી જોયરાઇડનો આનંદ લીધો

આ સ્વતંત્રતા દિવસે બૉય્સ એન્ડ મશીન્સે #MakeAWish અભિયાન હાથ ધર્યું

નવી દિલ્હી, પ્રી-ઑન લક્ઝરી કારમાં પ્રીમિયમર ડિલરશિપ સ્પેશિયાલાઇઝિંગ બૉય્સ એડ મશીન્સે ચિંતન એન્વાયર્મેન્ટલ રિસર્ચ એન્ડ એક્શન ગ્રૂપ સાથે તમામ સોશિયલ મીડિયા પર ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી અલગ રીતે કરવા તેમનું  #MakeAWish અભિયાન શરૂ કર્યું છે. Boys and Machines Independence Day Campaign

બૉય્સ એન્ડ મશીન્સની ટીમે ભારતના કેટલાંક યુવાન બાળકોને લાઇવ કરવાનો નિર્ણય લીધો હતો. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યા પર તેમણે ચિંતન એન્વાયર્મેન્ટલ રિસર્ચ એન્ડ એક્શન ગ્રૂપમાંથી 10 કિશોર બાળકોને દિલ્હી-એનસીઆર સર્કિટ પર સ્પેશ્યલ ફેરારી જોયરાઇડનો આનંદ લેવા બોલાવ્યાં હતાં. સેવાભાવી સંસ્થા આજીવિકાને ટેકો આપે છે અને ગરીબી નાબૂદ કરવા કામ કરે છે, જેથી મહિલાઓ અને બાળકોનું સશક્તિકરણ થાય.

સરપ્રાઇઝ આપવા બૉય્સ એન્ડ મશીન્સે કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે કિંગ ઓફ પોપ દલેર મેહંદીને પણ બોલાવ્યા હતા અને બાળકો તેમને મળીને ખુશ થયા હતા. બૉય્સ એન્ડ મશીન્સના સ્થાપક સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે ગાયક કલાકારે ફેરારીમાં ફન ડ્રાઇવની મજા લીધી હતી. તેમણે કાર સાથે સંબંધિત તમામ બાબતો, તેમની ભવિષ્યની આકાંક્ષાઓ વગેરે પર બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો.

આ પહેલ પાછળના આશય પર બૉય્સ એન્ડ મશીન્સના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સિદ્ધાર્થ ચતુર્વેદીએ કહ્યું હતું કે, “અમે આ બાળકોની ઇચ્છા પૂર્ણ કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા ઇચ્છતાં હતાં. મારું માનવું છે કે, નાની ચેષ્ટા પણ કોઈ વ્યક્તિના ચહેરા પર ખુશી લાવી શકે છે. આ પ્રવૃત્તિ મારફતે અમે લોકોને અન્ય કોઈની ઇચ્છાને સાકાર કરવા પ્રેરિત કરવા ઇચ્છતાં હતાં. આ પ્રસંગને મનોરંજક બનાવવા દલેર પાજી ઉપસ્થિત રહ્યાં હતાં, જેઓ યુવા પેઢી માટે પ્રેરક છે. તેમની હાજરીએ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.”

દલેર મેહંદીએ કહ્યું હતું કે, “મને બૉય્સ એન્ડ મશીન્સના આ અભિયાનનો ભાગ બનવાની ખુશી છે. આ બાળકો સાથે દિવસ પસાર કરવાનો અને તેમના ચહેરા પર ખુશી લાવવાના વિચારથી જ હું એની સાથે જોડાયો હતો. સિદ્ધાર્થ અને ટીમનો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની આ ખરેખર ઉમદા ચેષ્ટા છે. હું ઇચ્છું છું કે, આ બાળકોને સફળતા અને નસીબનો સાથ મળશે તેમજ તેમની ઇચ્છાઓ સાકાર થાય.”

મોટરસ્પોર્ટ કેટાલિસ્ટ, ટાઇમ્સ એવોર્ડ જ્યુરી મેમ્બર અને સુપરબાઇક કન્સલ્ટન્ટ ઇકજોત સિંઘ ભસીન આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ હતા. તેઓ બાળકો સાથે જોડાયા હતા અને તેમને નાની વયથી મોટર સ્પોર્ટ્સમાં સહભાગી થવા પ્રોત્સાહન આપ્યું હતું.

બૉય્સ એન્ડ મશીનની સ્થાપના વર્ષ 2020માં થઈ હતી. અત્યારે કંપની મુંબઈ, દિલ્હી એનસીઆર, હૈદરાબાદ અને કોલકાતામાં કામગીરી ધરાવે છે. કંપની લક્ઝરી કારની એક્સક્લૂઝિવ ખરીદી અને વેચાણ કરે છે. એના પોર્ટફોલિયોમાં ફેરારી, બેન્ટલી, પોર્શે, મર્સિડિઝ, ઓડી, લેમ્બોરગિની અને બીએમડબલ્યુ જેવી સૌથી વધુ માગ ધરાવતી ઓટોમોટિવ બ્રાન્ડ્સ સામેલ છે.

પ્રી-ઑન સ્પોર્ટ્સ કાર માટેની માગ વધી રહી હોવાથી કંપનીએ સમગ્ર ભારતમાં કામગીરી વધારવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મુંબઈ અને નવી દિલ્હીના પરંપરાગત સ્પોર્ટ્સ કાર બજારો સિવાયના બજારોમાં કામગીરી વધારી રહી છે. એનો ઉદ્દેશ વર્ષ 2021ના અંત સુધીમાં આઠ શહેરોમાં એનું નેટવર્ક ફેલાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.