Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં ૩૫,૧૭૮ નવા કેસ, ૪૪૦ દર્દીનાં મોત

નવી દિલ્હી, ભારતમાં એક દિવસની આંશિક રાહત આપ્યા બાદ કોરોના સંક્રમણના આંકડાએ ફરી મોટી છલાંગ લગાવી છે. બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ, ૩૫ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. કેરળમાં સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય એવું લાગી રહ્યું છે, અહીં ૨૪ કલાકમાં ૨૧ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં ૪ હજાર નવા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોવિડ-૧૯ની સ્થિતિ ઘણી કાબૂમાં છે. અહીં રોજ ૨૦થી ઓછા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૧૭૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૪૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૨,૮૫,૮૫૭ થઈ ગઈ છે.

બીજી તરફ, દેશમાં કુલ ૫૬,૦૬,૫૨,૦૩૦ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના ૨૪ કલાકમાં ૫૫,૦૫,૦૭૫ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૪ લાખ ૮૫ હજાર ૯૨૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૭,૧૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૫૦ ટકા છે. હાલમાં ૩,૬૭,૪૧૫ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૩૨,૫૧૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૭ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૯,૮૪,૨૭,૦૮૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૭,૯૭,૫૫૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાના કેસો ૨૦થી નીચે નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૭ કેસ નોંધાયા છે. જેની સામે ૨૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૮ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૪,૧૨,૩૧,૬૧૮ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫,૯૨,૭૦૮ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૫, સુરતમાં ૪, વડોદરામાં ૫, અરવલ્લી, ભાવનગર, રાજકોટમાં ૧-૧ સહિત કુલ ૧૭ કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં ૩, સુરતમાં ૨, વડોદરામાં ૪, રાજકોટમાં ૫, આણંદમાં ૪, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારીમાં ૧-૧ સહિત કુલ ૨૨ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.