Western Times News

Gujarati News

અભિનેતા અનિલ કપૂરે ફેમિલી તસવીર શેર કરી

મુંબઈ, બોલીવુડ એક્ટર અનિલ કપુરની નાની દીકરી રિયા કપુર લોંગ ટાઈમ બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે ગત શનિવારે એટલે કે ૧૪ ઓગસ્ટે લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. અનિલ કપુરે હવે પોતાની ફેમિલીની એક તસવીર અને દીકરી રિયા કપુર અને જમાઈ કરણ બુલાનીની એક તસવીર શેર કરી છે. એક્ટરે નાની દીકરીના લગ્નને લઈને એક પ્રેમભરી વાત લખી છે. અનિલ કપુરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીર શેર કરી છે. એક તસવીરમાં કરણ બુલાની રિયાને કપુરને રિંગ પહેરાવતો જાેવા મળી રહ્યો છે.

બીજી તસવીરમાં અનિલ કપુરની સાથે તેની પત્ની સુનિતા કપુર, મોટી દીકરી સોનમ કપુર, મોટો જમાઈ આનંદ આહુજા, નાની દીકરી રિયા કપુર, નાનો જમાઈ કરણ બુલાની અને દીકરો હર્ષવર્ધન જાેવા મળી રહ્યા છે. અનિલ કપુરે પોતાની આ પોસ્ટમાં લખ્યું કે, અને આ સાથે મને લાગે છે કે મારું મોટું કામ પુરું થઈ ગયું છે. અમારી ૨ સુપર ડોટર્સ અને ૩ સુપર સન્સની સાથે અમારી પાસે અત્યાર સુધીની સૌથી મોટી બ્લોકબસ્ટર છે. અમારું દિલ (લાગણીથી) ભરાયેલું છે અને અમે ધન્ય છીએ. અનિલ કપુરે પોસ્ટમાં કરણ બુલાની, રિયા કપુર, સુનીતા કપુર, આનંદ આહુજા, સોનમ કપુર અને હર્ષવર્ધનને ટેગ કર્યા છે.

અનિલની આ પોસ્ટને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. તો, અનિલ કપુરની પોસ્ટ પર તમામ બોલિવુડ સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. રિતેશ દેશમુખે લખ્યું કે, ‘સૌથી સારી ફેમિલી તસવીર, ખૂબ અભિનંદન સર. ભૂમિ પેડનેકરે લખ્યું કે, સુંદર, અભિનંદન. રાજકુમાર રાવે લખ્યું કે, અભિનંદન સર અને બંનેને ઘણી બધી શુભકામનાઓ. જણાવી દઈએ કે, રિયા કપુરે પોતાના લગ્ન પછી પહેલી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

તેમાં તેણે પોતાના પતિ કરણ બુલાનીની પ્રશંસા કરી છે. તો, કરણ બુલાનીએ પણ લગ્ન પછી પહેલી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં તેણે પોતાની પત્ની રિયા કપુરની ખૂબીઓ વિશે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રિયા કપુર અને કરણ બુલાનીના લગ્ન અનિલ કપુરના જૂહુમાં આવેલા ઘરે થયા. આ લગ્નમાં પરિવારના સભ્યો ઉપરાંત ઈન્ડસ્ટ્ર્રીના કેટલાક નજીકના મિત્રો સામેલ થયા. આ કપલના લગ્નની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા છે. રિયા કપુર અને કરણ બુલાની એકબીજાને છેલ્લા ૧૩ વર્ષથી ડેટ કરી રહ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.