Western Times News

Gujarati News

સાલેહે પોતાને અફઘાનના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા

તાઝિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે ગનીની તસવીરને ઉતારી તેના સ્થાને અમરુલ્લા સાલેહની તસવીર લગાવી

દુશાંબે ,  અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડ્યા બાદ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે ખુદને દેશના રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે. સાલેહની જાહેરાતની અસર હવે આજે જાેવા મળી છે. #Afghan first vice president Amrullah Saleh added a new twist to the ongoing crisis in Afghanistan

તાઝિકિસ્તાનમાં અફઘાનિસ્તાનના દૂતાવાસે અશરફ ગનીને તસવીરને ઉતારી અને તેના સ્થાને હવે અમરુલ્લા સાલેહની તસવીર લગાવી દીધી છે. એટલું જ નહીં પંજશીરના શેર કહેવાતા કમાન્ડર અહમદ શાહ મસૂદની તસવીર પણ લગાવવામાં આવી છે.

માનવામાં આવી રહ્યું છે કે તાઝિકિસ્તાનમાં અફઘાન દૂતાવાસે ખુલીને સાલેહનું સમર્થન કર્યુ છે. તાઝિકિસ્તાન અફઘાનિસ્તાનનો પડોશી છે અને સાલેહ પણ તાજિક મૂળના છે. આ જાહેરાત બાદ તાલીબાનનો પારો ચઢવો નક્કી માનવામાં આવી રહ્યો છે.

આ પહેલા અશરફ ગનીના દેશ છોડીને ભાગ્યા બાદ ઉમરુલ્લાહ સાલેહે ખુદને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેન પર નિશાન સાધતા કહ્યુ કે, તેમની સાથે ચર્ચા કરવી બેકાર છે.

સાલેહે નોર્દન અલાયન્સ તરફથી અફઘાન નાગરિકોને તાલીબાનની વિરોધમાં ઉભા રહેવાની અપીલ કરી હતી. અમરૂલ્લાહ સાલેહે ટ્‌વીટ કરીને કહ્યુ કે, અફઘાનિસ્તાનના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિની ગેરહાજરી, પલાયન, રાજીનામા કે મૃત્યુમાં ઉપરાષ્ટ્રપતિ કાર્યવાહક રાષ્ટ્રપતિ બની જાય છે. હું વર્તમાનમાં આપણા દેશની અંદર છું અને કાયદેસર દેખરેખ રાખનાર રાષ્ટ્રપતિ છું. હું બધા નેતાઓ પાસે તેમના સમર્થન અને સમાન્ય સહમતિ માટે સંપર્ક કરી રહ્યો છું.

તેમણે બીજા ટ્‌વીટમાં અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ કે, હવે અફઘાનિસ્તાન પર જાે બાઇડેન સાથે ચર્ચા કરવી બેકાર છે. તેને જવા દો.

અમારે અફઘાનિસ્તાનીઓએ તે સાબિત કરવું પડશે કે અફઘાનિસ્તાન વિયતનામ નથી અને તાલીબાન પણ દૂરથી વિયતનામી કમ્યુનિસ્ટની જેમ નથી. યૂએસ-નાટોના વિપરીત હુમલાથી જુસ્સો ગુમાવ્યો નથી અને આગળ અપાર સંભાવનાઓ જાેવા મળી રહી છે. ચેતવણીઓ સમાપ્ત થઈ ગયા છે. પ્રતિરોધમાં સામેલ થાવ.

સાલેહને અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ પણ ટ્રેનિંગ આપી છે. સાલેહે પોતાના જાસૂસોનું એવું નેટવર્ક તૈયાર કર્યુ છે જે તેને અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાન સુધીમાં તાલીબાન અને આઈએસઆઈની હરકતો પર નજર રાખવામાં મદદ કરે છે. કહેવામાં આવે છે કે સાલેહના ભારતીય ગુપ્તચર એજન્સી રો સાથે સારા સંબંધ છે. સાલેહની આ દોસ્તીને કારણે પાકિસ્તાન તેમને નફરત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.