Western Times News

Gujarati News

ગર્લફ્રેન્ડના કપડા પહેરીને પરીક્ષા આપનાર પ્રેમી જબ્બે

Pic shows: 20-year-old Ayan Zhardemov. A student from Borat’s homeland Kazakhstan has been dubbed "romantic of the year" after dressing up as his girlfriend to take an exam for her. Loved-up Ayan Zhademov, 20, was desperate to help his 17-year-old girlfriend out when she told him she was worried about an upcoming exam. After trying to calm her down and failing he hatched his plan to impersonate her in the exam room and do the test for her. The girl, who has not been named, was preparing to take her Unified National Testing, an exam in Kazakhstan which school students must take when finishing to get into university. Donning an old black wig, slapping on some makeup and squeezing into her white blouse and grey skirt, Zhademov then tried sneaking into the exam room in the town of Zhetisai in south Kazakhstan. But eagle-eyed examiners spotted him, and thinking he looked too butch to be a girl, took him aside for questioning. A spokesman for the exam board said that as soon as he started talking their suspicions were confirmed. "He tried speaking in a high voice but it was obvious this was a male," the spokesman said. Zhademov was then fined 1,400 GBP for his actions. But now he has been dubbed romantic of the year by locals after a businessman stepped into help pay off the fine. Fellow student Dariga Nesterova said: "It was stupid but very romantic. "Sometimes love leads us to do silly things, I wish my boyfriend was this romantic." Another student, Goga Korzhova, said: "She’s lucky to have someone as brave as this, who will risk everything for her." Businessman Olzhas Hudaibergenov who has agreed to pay half of the fine said he was delighted to see romance was still alive and well. He added: "I only hope that his romantic moves in the future will be more legal." The girl was told she will have to nw wait until next year before taking the exam. (ends)

સેનેગલ, આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર એટલે કે પ્રેમ અને યુદ્ધમાં દરેક વાત જાયજ છે. આ કહેવતને સત્ય બનાવતો એક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં આફ્રિકાના દેશ સેનેગલમાં એક બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડના કપડાં પહેરીને પરીક્ષા આપવા પહોંચ્યો. ગર્લફ્રેન્ડને ડર હતો કે તે પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં એટલા માટે તેનો બોયફ્રેન્ડ છોકરી બની પરીક્ષા આપવા ગયો. પરંતુ ચોથા દિવસે તે પકડાઈ ગયો.

સ્થાનિક મીડિયા પલ્સ સેનેગલના રિપોર્ટના અનુસાર, આ ઘટના યુનિવર્સિટી એક્ઝામ દરમિયાન થઈ હતી. પરીક્ષા દરમિયાન ટીચર્સને એક યુવતી પર શંકા ગઈ, જ્યારે ટીચરે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે યુવતી સમજી રહ્યા હતા તે હકીકતમાં યુવક છે. ગેસ્ટન બર્જર યુનિવર્સિટીનો એક વિદ્યાર્થી ખાદીમ મેકઅપ, હેડસ્કાર્ફ, બ્રા અને ઇયરિંગ્સ પહેરીને પરીક્ષા આપવા માટે આવતો હતો. કલાકોની સખત મહેનત પછી, છોકરી બની ખાદીમ પરીક્ષા આપી રહ્યો હતો. પરંતુ શંકા જતા જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખાદીમે જણાવ્યું કે તે પોતાની ગર્લફ્રેન્ડની જગ્યાએ એક્ઝામ આપવા માટે આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટી મેનેજમેન્ટે પોલીસને જાણ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવી.

ખાદીમની ગર્લફ્રેન્ડ ગંગુ ડીયોમને ડર હતો કે તે પરીક્ષા પાસ નહીં કરી શકે. આ પછી ખાદીમે એક યોજના બનાવી. તેને તેની ગર્લફ્રેન્ડના કપડાં પહેર્યા અને એક છોકરી બની ત્રણ દિવસ સુધી પરીક્ષા આપી. પરંતુ ચોથા દિવસે જયારે એક સુપરવાઈઝરને શંકા ગઈ તો ખાદીમની ચોરી પકડાય ગઈ.

હકીકતમાં પરીક્ષા દરમિયાન ખાદીમ પર શંકા ગઈ હતી. જ્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેની પોલ ખુલી ગઈ. આ કેસ આ મહિનાની શરૂઆતનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસે ખાદીમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. જાે કે, પકડાઈ જવા પર ખાદીમે પોતાની ગર્લફ્રેન્ડને કંઈ ના થવા દીધું.

તેને પોલીસેને આખા પ્લાનિંગ વિશે જણાવ્યું હતું અને ગર્લફ્રેન્ડને આ વિશે કંઈ ખબર નથી એવું કહ્યું હતું. તે ઉપરાંત ખાદીમે કહ્યું કે. આ બધું તેને તેની ગર્લફ્રેન્ડ માટે કર્યું છે. તે તેની ગર્લફ્રેન્ડને ખુબ પ્રેમ કરે છે. આ કપલ જાે દોષિત ઠરે તો તેને પાંચ વર્ષ સુધી કોઈપણ રાષ્ટ્રીય પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ સાથે તે કપલને પાંચ વર્ષની સજા પણ થઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.