Western Times News

Gujarati News

છેલ્લા ચાર વર્ષમાં યુપીમાં ૧૪૬ આરોપીઓના મોત એન્કાઉન્ટરમાં થયા છે

લખનૌ, ઉત્તર પ્રદેશમાં માર્ચ ૨૦૧૭માં ભાજપ સરકાર સત્તામાં આવી હતી. ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે જ ગુનાહિત પ્રવૃત્તિ અને ગુનેગારો પર લગામ લગાવવાનું શરૂ થઇ ગયું હતું. છેલ્લા ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધીમાં ૮,૪૭૨ ઘર્ષણ કર્યા છે. જેમાંથી ૩,૩૦૨ કથિત આરોપીઓને ગોળી મારીને ઈજાગ્રસ્ત કર્યા છે. જેના કારણે ઘણા ગુનેગારો અપંગ થઇ ગયા છે અને ૧૪૬ આરોપીઓના મોત એન્કાઉન્ટરમાં થયા છે.

ઉત્તર પદેશના એડીજી પ્રશાંત કુમારે કહ્યું છે કે, પોલીસ એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની વધુ સંખ્યા એ જણાવે છે કે, ગુનેગારોને મારવા તે પોલીસનો પ્રાથમિક ઈરાદો નથી. પ્રશાંત કુમારે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ સરકારની ગુનેગારો અને તેના વિરુદ્ધની ઝીરો ટોલરેન્સ(જરા પણ નહિ ચલાવી લેવાય)ની નીતિ છે. તેમને જણાવ્યું છે કે, આવી ઘણી ઘટનાઓમાં પોલીસ કર્મચારીઓ પણ શહીદ થયા છે અને ઘણા પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત પણ થયા છે.

આ ઓપરેશનને પોલીસ અંદર ખાને ઓપરેશન લંગડા કહે છે બાકી તેનું કાયદાકીય રીતે કોઈ નામ આપવામાં આવ્યું નથી. ઘર્ષણ સમયે આરોપીઓને અપંગ કરવા માટે આ ઉત્તર પ્રદેશ પોલીસની ખાસ રણનીતિ છે. પોલીસ ઘર્ષણમાં અપંગ થયેલા આરોપીઓની કાયદાકીય રીતે કોઈ યાદી બનાવામાં આવી નથી. સાથે એવું પણ કહેવામાં આવે છે કે, ઘર્ષણમાં ૧૩ પોલીસકર્મી પર શહીદ થયા છે અને ૧,૧૫૭ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસની હિંમતના કારણે અત્યાર સુધીમાં ૧૮,૨૨૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના આંકડા અનુસાર પશ્ચિમી મેરઠ વિસ્તારમાં યોગી સરકારમાં ૨,૮૩૯ એન્કાઉન્ટર થયા, ૫,૨૮૮ આરોપીની ધરપકડ થઇ, ઘર્ષણમાં ૬૧ આરોપીઓના મોત થયા અને ૧,૫૪૭ ઈજાગ્રસ્ત થયા. આગ્રામાં ૧,૮૮૪ ઘર્ષણમાં ૪,૮૭૮ આરોપીની ધરપકડની સાથે ૧૮ આરોપીઓના મોત થયા અને ૨૧૮ આરોપી ઈજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. ઘર્ષણના મામલામાં બરેલી ત્રીજા નંબર છે. બરેલી વિસ્તારમાં ૧,૧૭૩ ઘર્ષણ થયા પછી ૨,૬૪૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમાંથી ૭ના મોત થયા છે અને ૨૯૯ ઈજાગ્રસ્ત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.