Western Times News

Gujarati News

મેનેજર સામેની ફરિયાદને રદ્દ કરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો

અમદાવાદ, પતિ અને પત્ની વચ્ચે છૂટાછેડા થઈ ગયા પછી પણ પત્નીએ આ હકીકતને છૂપાવીને બેંકનું લોકર તોડાવ્યું હોવાની ઘટનામાં બેંકના મેનેજર ફસાયા હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં પતિએ બેંકના મેનેજર સામે કરેલા ફરિયાદ બાદ આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ તેમાં નવો ખુલાસો થયો છે. તત્કાલિન મણીનગર પૂર્વના દેના બેંકના મેનેજર સામે ફરિયાદ થતા તેઓએ એફઆઈઆર રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરતા આખો મામલો સામે આવ્યો છે. આ કેસમાં કોર્ટ દ્વારા મેનેજર સામેની ફરિયાદને રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ જસ્ટિસ ગીતા ગોપીએ અજદાર બેંક મેનેજર સામે થયેલી ફરિયાદ રદ્દ કરવાનો હુકમ કર્યો છે. આ સાથે તેમણે આદેશમાં નોંધ્યું કે, “પત્નીએ ડિવોર્સની હકીકત છૂપાવીને બેંક લોકર તોડવાની અરજી કરી હતી અને મેનેજરે કાયદા પ્રમાણે તમામ પ્રક્રિયાનો અમલ કરીને કાર્યવાહી કરી હતી.

પતિ-પત્ની વચ્ચેના સંબંધ વિશે બેંકને કોઈ મહિતી જ નહોતી, આવામાં બેંક મેનેજર વિરુદ્ધ થયેલી એફઆઈઆર કાયદાનો દુરોપયોગ ગણાય. આગળ કોર્ટે એમ પણ જણાવ્યું કે, પતિ અને પત્ની વચ્ચેના લગ્નસંબંધથી વિવાદ ચાલતો હતો અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા. જ હકીકત બેંકને જણાવવામાં આવી નહોતી. ફરિયાદી (પતિ)એ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા પછી લોકરને બંધ કરવા કે તેમાંથી પત્નીનું નામ દૂર કરવા માટે કોઈ કાર્યવાહી હાથ નહોતી. આવામાં બેંક લોકરને બંધ કરાવવા અથવા તો તેમાંથી પત્નીનું નામ દૂર કરાવવા માટે કોઈ કાર્યવાહી પણ હાથ ધરી નહોતી, આવામાં બેંક ઓથોરિટીથી છૂટાછેડાની હકીકત છૂપાવીને ચાવી ખોવાઈ ગયાનું બહાનું કાઢીને બેંકનું લોકર તોડાવવા માટે અરજી કરાઈ હતી. જેને ધ્યાને લઈને બેંક મેનેજર દ્વારા જરુરી પ્રક્રિયા કરીને બેંકનું લોકર તોડવામાં આવ્યું હતું.

આવામાં બેંકના મેનેજર સામે છેતરપિંડી કે વિશ્વાસઘાતનો ગુનો બનતો નથી. આથી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અરજદાર સામે મેનેજર સામે કરવામાં આવેલી ફરિયાદ રદ્દ કરવાનો હુકમ આપે છે.” આ રીતે બેંકના મેનેજર સામે કરવામાં આવેલી ફરિયાદને કોર્ટે રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.