Western Times News

Gujarati News

અફઘાનિસ્તામાંથી બધાને સુરક્ષિત રીતે બહાર કાઢીશું: બાઈડેન

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને લઈને આકરી ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને ફરીથી સ્પષ્ટીકરણ આપ્યું છે. પોતાના નાગરિકો અને સહયોગીઓને બહાર કાઢવામાં થઈ રહેલી મુશ્કેલીઓ અંગે તેમણે કહ્યું કે અમે કાબુલ એરપોર્ટને સુરક્ષિત બનાવ્યું છે. તેમણે અફઘાનિસ્તાનના ભવિષ્યને લઈને નિવેદન આપવાનો જાે કે ઈન્કાર કરી દીધો. હાલ અફઘાનિસ્તાનમાં ૬૦૦૦થી વધુ અમેરિકી સૈનિકો તૈનાત છે. વ્હાઈટ હાઉસમાં બાઈડેને કહ્યું કે અમે કાબુલ એરપોર્ટને સુરક્ષિત બનાવ્યું છે જેનાથી માત્ર સૈન્ય ઉડાણો જ નહીં પરંતુ અન્ય દેશોના નાગરિક ચાર્ટર, નાગરિકો અને નબળા અફઘાનીઓને બહાર કાઢનારા બિન સરકારી સંગઠનોની કામગીરીને ફરીથી શરૂ કરવા માટે ફ્લાઈટ્‌સ સક્ષમ થઈ રહી છે. તેમણે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને વચન આપ્યું કે અમે તમને સુરક્ષિત રીતે બહાર કાઢીશું.

તેમણે કહ્યું કે અમેરિકી સરકાર કાબુલ એરપોર્ટના માધ્યમથી અમેરિકીઓ અને અન્ય વિદેશીઓ તથા નબળા અફઘાનીઓને તાલિબાનથી બચાવવા માટે એક મોટા પાયે એરલિફ્ટ ઓપરેશન ચલાવી રહી છે. તેમણે જણાવ્યું કે અમે જુલાઈથી લઈને અત્યાર સુધીમાં ૧૮૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ૧૪ ઓગસ્ટના રોજ અમારું સૈન્ય એરલિફ્ટ શરૂ થયા બાદ અમે લગભગ ૧૩૦૦૦ લોકોને (કાબુલથી) સુરક્ષિત કાઢી ચૂક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે હાલ અફઘાનિસ્તાનની ધરતી પર અમારા ૬૦૦૦ જવાનો તૈનાત છે. આ જવાનો કાબુલ એરપોર્ટના રનવેને સુરક્ષા આપી રહ્યા છે. કાબુલ એરપોર્ટની આજુબાજુ માઉન્ટેન ડિવિઝનના મરીન કમાન્ડો નાગરિકોને ફ્લાઈટ પકડવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે આ ઈતિહાસના સૌથી મોટા અને સૌથી કપરા એરલિફ્ટ્‌સમાંથી એક છે. અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને પાછા બોલાવવાની અમેરિકીની ૩૧ ઓગસ્ટની સમય મર્યાદા પહેલા હજારો લોકોને હજુ બહાર કાઢવાના બાકી છે.

જાે કે હવે આ અભિયાનમાં તેજી આવી છે. એક રક્ષા અધિકારીએ જણાવ્યું કે લગભગ ૨૫૦ અમેરિકીઓ સહિત ૫૭૦૦ જેટલા લોકોને ૧૬સી-૧૭ પરિવહન વિમાનથી કાબુલથી બહાર લઈ જવાયા. છેલ્લા બે દિવસમાં લગભગ ૨૦૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત બહાર કાઢવાના આ મિશન અંગે રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે આ મિશન ખુબ ખતરનાક છે. તેમાં સશસ્ત્ર દળો માટે જાેખમ સામેલ છે અને તેને ખુબ જ કપરી સ્થિતિઓમાં સંચાલિત કરવામાં આવી રહ્યું છે. હું વચન નથી આપી શકતો કે અંતિમ પરિણામ શું હશે, પરંતુ તે નુકસાનના જાેખમ વગર હશે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન પર હાલ મોટું સંકટ છે. અમે ૨૦ વર્ષ સુધી અફઘાનિસ્તાન સાથે મળીને કામ કર્યું. અમે ગંભીરતાથી કામ કર્યું. તેમણ જેલમાંથી નીકળેલા આતંકીઓ તરફથી હુમલો થવાની આશંકા વ્યક્ત કરતા કહ્યું કે જેલમાંથી નીકળેલા આતંકીઓ હુમલો કરી શકે છે. આઈએસના આતંકી સૌથી મોટો ખતરો બની શકે છે.

બાઈડેને કહ્યું કે તેમણે તાલિબાનને સ્પષ્ટ કરી દીધુ છે કે જાે કોઈ પણ અમેરિકી નાગરિક કે સૈનિકને નુકસાન પહોંચાડ્યું તો અંજામ ભયાનક હશે. રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે નાટોના દેશ અમેરિકા સાથે છે. નાટોના દેશ અમેરિકાના ર્નિણય સાથે સહમત છે. અફઘાનિસ્તાનમાં અમારું કામ પૂરું થઈ ગયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.