Western Times News

Gujarati News

નોકરી ગુમાવનાર લોકોને ૨૦૨૨ સુધી મળશે પીએફ

નવી દિલ્હી, કોરોના મહામારીના કારણે નોકરી ગુમાવનાર લોકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય વિત્ત મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે જે લોકોએ આ મહામારી દરમિયાન પોતાની નોકરી ગુમાવી છે તે બધાના ઇપીએફઓ એકાઉન્ટમાં સરકાર ૨૦૨૨ સુધી પીએફ અંશદાન જમા કરશે. વિત્ત મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે જે લોકોનું ઇપીએફઓમાં રજિસ્ટ્રેશન હશે તે લોકોને જ આ સુવિધાનો લાભ મળી શકશે.

તેમણે કહ્યું કે કોરોનાના કારણે રોજગાર પર સંકટને જાેતા આ વર્ષનું મનરેગાનું બજેટ ૬૦ હજાર કરોડ રૂપિયાથી વધારીને એક લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

વિત્ત મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તે લોકો માટે ૨૦૨૨ સુધી નિયોક્તાની સાથે-સાથે કર્મચારીના પીએફ ભાગનું ભુગતાન કરશે. જેમણે પોતાની નોકરી ગુમાવી દીધી છે, જાેકે તેમને ઔપચારિક ક્ષેત્રમાં નાના પ્રમાણમાં નોકરીઓમાં કામ કરવા માટે ફરીથી બોલાવવામાં આવ્યા છે. આ યૂનિટ્‌સનું ઇપીએફઓ રજિસ્ટ્રેશન થવા પર જ સુવિધા આપવામાં આવશે.

વિત્ત મંત્રીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ એટલે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને દશકો સુધી જે સ્થાન નથી મળ્યું તે કેન્દ્રની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે અપાવ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એમએસએમઇને યોગ્ય ઓળખ આપી છે. આ ક્ષેત્રને દશકો સુધી જે સ્થાન નળી મળ્યું તે તેને અપાવવામાં આવી રહ્યું છે અને આગળ પણ શાનદાર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષોમાં જાેવો તો કેન્દ્ર સરકારે ઘણી અલગી ચીજાે કરી છે. સરકારે સ્જીસ્ઈની પરિભાષાને ઘણા લચીલા રીતથી બદલી છે. હાલમાં જ સંસદમાં એક વિધેયક લાવવામાં આવ્યું છે જેનાથી સ્જીસ્ઈ ક્ષેત્રને સીધી રીતે ફાયદો થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.