Western Times News

Gujarati News

બંધ થઈ ગયેલું મારું વિધવા પેન્શન આ મારા ભાઈએ જ ચાલુ કર્યું : જશીબેન

દીકરો ૧૮ વર્ષનો થયો એટલે પેન્શન બંધ થઈ ગયું હતું, મારા ભાઈએ આપેલી આ ભેટ ક્યારેય નહીં ભૂલું

‘મારા પતિ વર્ષો પહેલા ગુજરી ગયા હતા. વિધવા સહાય યોજના હેઠળ મને વિધવા પેન્શન મળતું હતું પરંતુ બે વર્ષ પહેલાં જ આ મારું પેન્શન પણ બંધ થઈ ગયું હતું. કેમ કે મારો દીકરો ૧૮ વર્ષનો થઇ ગયો. બંધ થઈ ગયેલું મારુ વિધવા પેન્શન આ મારા ભાઈ વિજયભાઈ રૂપાણીએ ફરી ચાલુ કરી દીધું છે.

જૂની યોજનામાં ફેરફાર કરીને ૧૮ વર્ષનો દીકરો થયો હોવા છતાં પણ પેન્શન ચાલુ રાખવાનો નિર્ણય લઈ અમારા જેવી નિરાધાર ગંગાસ્વરૂપા બહેનો માટે આ ભાઇ એક મોટો આધાર બન્યા છે. ભાઈએ આપેલી આ ભેટ હું ક્યારેય નહીં ભૂલું.’ આ શબ્દો છે

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૬ના છાપરા વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય ગંગાસ્વરૂપા બહેન જશીબેન ભવનજી ઠાકોરના. રક્ષાબંધનના પવિત્ર દિવસે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાખડી બાંધવા આવેલા જશીબેને ભાવુક થઈને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સંવેદનાસભર નિર્ણયના ભારોભાર વખાણ કરી કહ્યું હતું

કે આટલી બારીકાઈથી નાનામાં નાની વ્યક્તિનું ધ્યાન રાખી આ મારા ભાઈ નિર્ણયો લઈ રહ્યા છે જે એમની સંવેદના બતાવે છે. અમારા સૌના આશીર્વાદ સદાય આ ભાઈની સાથે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.