Western Times News

Gujarati News

કાબુલ એરપોર્ટ પર નાસભાગ થતા સાતના મોત

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ લોકોમાં ચિંતાનો માહોલ છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં ૭ અફઘાની નાગરિકોના મોત થયા છે. બ્રિટન રક્ષા મંત્રાલય પ્રમાણે જમીની સ્થિતિ ખુબ પડકારજનક છે,

પરંતુ વધુમાં વધુ નાગરિકોને સુરક્ષિત સ્થિતિમાં સંભાળવાનો દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી લોકોની ભીડ જાેવા મળી રહી છે. લોકો દેશ છોડવા માટે એરપોર્ટ પર ભેગા થયા છે.

હાલ એરપોર્ટ પર અમેરિકી સૈનિકોનો કબજાે છે. એક સાથે હજારો લોકો ભેગા થવાને કારણે આજે અહીં ભાગદોડ જાેવા મળી હતી. આ દરમિયાન સાત લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે.

કાબુલ પર એક સપ્તાહ પહેલા તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાના ઝ્ર-૧૭ ગ્લોબમાસ્ટરે કાબુલથી ૧૦૭ ભારતીયો સહિત ૧૬૮ લોકોને રવિવારે ત્યાંથી બહાર કાઢી ગાઝિયાબાદ પહોંચાડ્યા છે.

કાબુલથી ૧૬૮ નાગરિકો ભારત પહોંચ્યા
ભારતીય વાયુસેનાના સી-૧૭ વિમાને આજે સવારે અફઘાનિસ્તાનના કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે.

આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ રાહતના શ્વાસ લીધા છે. મહત્વનું છે કે હિંડન પર ઉતરેલા આ વિમાનમાં ૧૦૭ ભારતીય નાગરિકો સહિત ૧૬૮ લોકો સવાર હતા. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ખરાબ થતી સ્થિતિને જાેતા બધા દેશ પોત-પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં લાગેલા છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ભારતને દરરોજ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે કાબુલ એરપોર્ટથી બે ભારતીય વિમાનોને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવશે.

૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજા બાદ કાબુલના હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને નિયંત્રણની જવાબદારી અમેરિકી અને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) દળોને આપવામાં આવી છે. તેના દ્વારા કુલ ૨૫ ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે,

કારણ કે તે વર્તમાનમાં પોતાના નાગરિકો, હથિયારો અને ઉપકરણોને કાઢવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાન પર ૨૦ વર્ષ બાદ એકવાર ફરી તાલિબાનનો કબજાે થઈ ગયો છે. તેણે દેશના રાષ્ટ્રપતિ ભવન પર કબજાે કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે.

સૂત્રો પ્રમાણે નવી અંતરિમ સરકારના અંતરિમ પ્રમુખના રૂપમાં અલી અહમદ જલાલીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ ગની દેશ છોડી યૂએઈ પહોંચી ગયા છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.

તેવામાં ભારત સરકારે અફઘાનિસ્તાનથી પોતાના પોતાના નાગરિકોને કાઢવા માટે અભિયાન તેજ કરી દીધુ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ૮૭ ભારતીયોને સ્વદેશ વાપસી થઈ છે. આ બધા ૮૭ લોકોને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.