Western Times News

Gujarati News

અમરેલીમાં ગુડ્‌ઝ ટ્રેનના પૈડા નીચે ૫ વર્ષનો સિંહ કપાયો

અમરેલી, અમરેલીના પીપાવાવ પોર્ટ સુધી રેલેવે લાઇન કાર્યરત છે. માલવાહક કન્ટેનરો માટે સક્રિય આ લાઇન જેટલી ગતિથી વેપારને વધારી રહી છે એટલી જ ગતિથી સિંહો માટે જાેખમ પણ ઉભું થઈ રહ્યુ છે.

અહીંયા અગાઉ પણ સિંહોનું મોત થયું હોવાની ઘટના ઘટી હતી ત્યારે ગઈકાલે સાવરકુંડલા પાસે ફરી એકવાર સિંહ આ ટ્રેનની અડફેટે આવી જતા તેનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. ઘટના બાદ વન વિભાગ સિંહના કપાયેલા અંગો સાથે તેના મૃતદેહને ધારી લઈ ગયું હતું \

બનાવની વિગતો એવી છે કે ગઈકાલે રાતે પીપાવાવ ગુડ્‌સ લાઇનની એક ટ્રેન સાવરકુંડલા નજીક ખડકાણા ૫૨ નંબરના રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ખારી નદીના પુલ નજીક સિંહ સાથે અથડાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.