Western Times News

Gujarati News

નોઈડાથી દિલ્હી સુધીનો રસ્તો ખુલ્લો કરવામાં આવેઃ સુુપ્રીમ

નવીદિલ્હી, ત્રણ કૃષિ કાયદાની સામે છેલ્લા ૧૦ મહિના કરતા પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે દિલ્હી તરફ જતા રસ્તાઓ બ્લોક થયા છે તેને પરિણામે લોકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડે છે શરુઆતમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું લાગતું હતું પરંતુ હાલમાં આ મામલો લાંબો ખેંચાયો હોવાથી રહીશો ઓ ઉકળી ઉઠ્‌યાં છે અને રસ્તાઓ ખુલ્લા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

નોઈડાના રહીશે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ રહીશે અરજી કરીને સુપ્રીમ પાસે એવી માગ કરી હતી કે નોઈડાથી દિલ્હી સુધીનો રસ્તો ખુલ્લો કરવામાં આવે. આ અરજી પર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવો આદેશ આપ્યો હતો.
ટિકેતે કહ્યું કે ૫ સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મોટી પંચાયત કરીને આંદોલનની શરુઆત કરીશું. સંયુક્ત મોરચાએ ૮ મહિના આંદોલન કર્યા બાદ ર્નિણય લીધો છે કે યુપીની સાથે આખા દેશમાં આ આંદોલન વિસ્તારવામાં આવશે. ટિકેતે કહ્યું કે જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચી નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછું નહીં ખેંચાય. લખનઉને પણ દિલ્હી બનાવી દઈશું. લખનઉની ચારેબાજુના દિલ્હી જેવા હાલ થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.