Western Times News

Gujarati News

ભારતીય સેનાએ પ્રથમ વખત મહિલા અધિકારીઓને કર્નલ રેન્ક પર પ્રમોટ કરી

નવીદિલ્હી, ભારતીય સેનાએ ૨૬ વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ ૫ મહિલા અધિકારીઓને કર્નલ રેન્ક પર બઢતી આપી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોર્પ્સ ઓફ સિગ્નલ્સ, કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ અને કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ સાથે સેવામાં રહેલા મહિલા અધિકારીઓને કર્નલનો દરજ્જાે મંજૂર કરવામાં આવ્યો છે. અગાઉ, કર્નલના હોદ્દા પર બઢતી માત્ર આર્મી મેડિકલ કોર્પ્સ , જજ એડવોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશન કોર્પ્સમાં મહિલા અધિકારીઓને લાગુ પડતી હતી.

ભારતીય સેનાની વધુ શાખાઓમાં પ્રમોશનના માર્ગોનું વિસ્તરણ મહિલા અધિકારીઓ માટે કારકિર્દીની તકો વધારવાના સંકેત છે. ભારતીય સેનાની મોટાભાગની શાખાઓમાંથી મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાના ર્નિણય સાથે, આ પગલું એક જેન્ડર-ન્યૂટ્રલ આર્મી પ્રત્યે ભારતીય સેનાના અભિગમને વ્યાખ્યાયિત કરે છે. કર્નલ ટાઇમ સ્કેલ રેન્ક માટે પસંદ કરાયેલા પાંચ મહિલા અધિકારીઓ સિગ્નલ કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ સંગીતા સરદાના, ઈસ્ઈ કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ સોનીયા આનંદ અને લેફ્ટનન્ટ કર્નલ નવનીત દુગ્ગલ અને કોર્પ્સમાંથી લેફ્ટનન્ટ કર્નલ રીનુ ખન્ના અને એન્જિનિયર્સના લેફ્ટનન્ટ કર્નલ રિચા સાગર છે.

એક મોટા ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ગત અઠવાડિયે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં મહિલાઓને પ્રવેશ પરીક્ષા આપવાની મંજૂરી આપતા વચગાળાનો આદેશ પસાર કર્યો હતો, જ્યાં પહેલા માત્ર પુરુષો જ હાજર રહી શકતા હતા. એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ કેન્દ્ર વતી દલીલ કરી હતી કે આ સરકારનો નીતિગત ર્નિણય છે. કેન્દ્રની દલીલ સાથે અસહમત, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ઋષિકેશ રોયની ખંડપીઠે કહ્યું કે તે જેન્ડર ભેદભાવ પર આધારિત નીતિગત ર્નિણય છે. કેન્દ્રએ રચનાત્મક અભિગમ અપનાવવો જાેઈએ.

સર્વોચ્ચ અદાલતે મહિલાઓ માટે તકોનો વિરોધ કરવા માટે સેનાની ખેંચતાણ કરી અને તેને પોતાનું વલણ બદલવા અને આવા કેસોમાં ન્યાયિક આદેશો પસાર થવાની રાહ ન જાેવાનું કહ્યું. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે એનડીએમાં પ્રવેશ માટે મહિલાઓ પરીક્ષા આપી શકે છે, જે ૫ સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત છે. કોર્ટે કહ્યું કે પ્રવેશ વગેરે તેના અંતિમ આદેશને આધીન રહેશે. બેન્ચે કહ્યું કે એનડીએમાં મહિલાઓ માટે બાર બનાવી શકાય નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.