Western Times News

Gujarati News

કે.એલ. રાહુલે મિત્રનું જ ટીમમાંથી પત્તું કાપી નાખ્યું

નવી દિલ્લી, લોર્ડસ ટેસ્ટમાં શાનદાર શતક બનાવનાર રાહુલ અત્યાર સુધી આ સીરિઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં એક શતક અને એક અર્ધશતકની મદદથી ૨૪૪ રન બનાવી ચૂક્યા છે. રાહુલે પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડનું પત્તુ કાપી નાખ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝનો ત્રીજા મુકાબલો ૨૫ ઓગસ્ટે લીડ્‌સના હેડિંગ્લે ગ્રાઉન્ડમાં રમાશે. ટેસ્ટ રિસીઝમાં ભારતે ઈન્ગેલેન્ડ પર ૧-૦થી દબદબો યથાવત રાખ્યો. ભારતીય બલ્લેબાજ રાહુલે ઓપનિંગમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડનું ટેસ્ટ ટીમમાંથી પત્તું કાપ્યું. લોર્ડસ ટેસ્ટમાં શાનદાર શતક બનાવનાર રાહુલ અત્યાર સુધી આ સીરિઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં એક શતક અને એક અર્ધશતકની મદદથી ૨૪૪ રન બનાવી ચૂક્યા છે.

રાહુલે પોતાના આ શાનદાર પ્રદર્શનથી પોતાના બેસ્ટ ફ્રેન્ડ મયંક અગ્રવાલનું પત્તું કાપ્યું છે. હવે આવનારા ઘણા સમય સુધી રાહુલ અને રોહિતની જાેડી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે. સિરીઝની શરૂઆત પહેલાં કોઈને આશા ન હતી, કેમ કે, સિરીઝની પહેલાં શુભમન ગિલ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. શુભમન ગિલ પછી મયંક અગ્રવાલનું નામ લગભગ નક્કી હતું પરંતુ પહેલી ટેસ્ટ પહેલાં જ પ્રેક્ટિસ દરમિયાન થયેલી ઈજાના કારણે મયંક પણ મેચથી બહાર થઈ ગયા.

એવામાં રાહુલને ૨ વર્ષના લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં શામેલ કરાયા. આ પછી રાહુલે બે મેચમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું તે પરથી કહી શકાય કે, ગિલ અને મયંક માટે ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનો દરવાજાે બંધ થઈ ગયો છે. મહત્વનું છે કે કેએલ રાહુલ અને મયંક અગ્રાવાલ ખાસ મિત્રો છે બંને ખેલાડીઓ ઘરેલું મેચમાં કર્ણાટક તરફથી રમતા જાેવા મળે છે. કેએલ રાહુલ અત્યાર સુધીમાં આ સિરીઝમાં રમાયેલી બે ટેસ્ટ મેચ બાદ સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા નંબર પર છે. ઈંગ્લિશ કેપ્ટન જાે રુટ આ લિસ્ટમાં ૩૮૬ રન બનાવીને ટોપ પર છે.

રાહુલે અત્યાર સુધીમાં આ સિરીઝમાં ૨૪૪ રન બનાવ્યા છે. કે.એલ. રાહુલ આ શ્રેણીમાં અત્યાર સુધી કુલ ૫૩૨ બોલ રમી ચૂક્યા છે. બીજી બાજુ, આ શ્રેણીમાં અન્ય કોઈ ખેલાડી અત્યાર સુધી ૨૦૦ રનના આંકડા સુધી નથી પહોંચી શક્યા. ભારતીય ટીમના બીજા ઓપનર રોહિત શર્માએ અત્યાર સુધી અડધી સદીની મદદથી શ્રેણીમાં ૧૫૨ રન બનાવ્યા. અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને રોહિત શર્માની જાેડીએ ૪ ઈનિંગ્સમાં ૬૯ની સરેરાશથી ૨૭૫ રન બનાવ્યા. આ દરમિયાન બંને વચ્ચે એક સદી અને અડધી સદીની ભાગીદારી પણ થઈ. આ ભારતીય જાેડી ૭૫ વર્ષની શ્રેષ્ઠ ભારતીય ઓપનિંગ ભાગીદારી સાબિત થઈ છે. અગાઉ ૧૯૩૬ માં, ભારતીય ઓપનિંગ જાેડીએ ૭૧ની સરેરાશથી રન બનાવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.