Western Times News

Gujarati News

શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી મંગળવારે લેવામાં આવશે: શિક્ષણમંત્રી

Files Photo

ગાંધીનગર, રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મંગળવારે રાજ્યભરના શિક્ષકો માટે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષક સંઘો આ બાબતનો વિરોધ કરી રહ્યાં છે. શિક્ષણ સંઘ દ્વારા પત્રકાર પરિષદ યોજીને રાજ્યના શિક્ષણ વિભાગ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. હવે રાજ્યના શિક્ષમ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, મંગળવારે લેવામાં આવનારી શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ ચાલુ જ રહેશે. ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, આવતીકાલે યોજાનાર શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, મંગળવારે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી મંગળવારે લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, બાળકના અને શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચા થવી જાેઈએ. જેને સાંભળતા હોઈએ તેની શિક્ષણ વિભાગે ચિંતા કરી છે અને ધોરણ પ્રમાણે બાળકને લખતા-વાંચતા આવળવું જાેઈએ, તેને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ૨૯ જુલાઈએ બંને શિક્ષણ સંઘો સાથે બેઠક કરી હતી. અગ્ર સચિવ વિનોદ રાવ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ મરજીયાત છે. આ નાપાસ કસોટી પણ નથી. તેને માત્ર સર્વેક્ષણ નામ આપવામાં આવ્યું છે. આ નોંધનો ઉલ્લેખ શિક્ષકના કરિયરની સેવાપોથીમાં ક્યાંય કરવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, બે લાખ ૧૮ હજારથી વધુ શિક્ષકોએ તેની સંમતિ આપી છે, જેને હું અભિનંદન આપુ છું. આ કાર્યક્રમ ગુણવત્તા સુધારવા માટે છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, આ નવી એજ્યુકેશન પોલિસી અને આખા દેશમાં ૨૦૦૯માં યૂપીએ સરકાર વખતે પોલિસી આવી હતી, જેમાં વિદ્યાર્થી પહેલા ધોરણમાં બેસે અને દસમાં ધોરણમાં નીકળે, તેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહ્યો છે. આ કાચા રહેલા પાયાને ભરપાય કરવાનો અમારો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, બાળકોએ ભવિષ્યના નાગરિક છે અને તે સારૂ શિક્ષણ લઈને આગળ વધે તે સરકાર, શિક્ષક અને સમાજ સૌની ફરજ છે.

શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપ પર શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે, જેની વિગત આપશે તો તે વ્યક્તિ સામે તપાસ કરાવવામાં આવશે. શિક્ષણમંત્રીએ પત્રકાર પરિષદમાં તટસ્થ તપાસ કરાવવાની પણ ખારતી આપી છે. શિક્ષકોના વિરોધ વચ્ચે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, આ શિક્ષક સજ્જતા કસોટી મરજીયાત છે. ફરજીયાત નથી. જે શિક્ષકો આપવા ઈચ્છે તે આપી શકે છે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, જ્યારે પ્રવેશોત્સવ-ગુણોત્સવ કાર્યક્રમ કર્યો ત્યારે ગુજરાત પ્રથમ સ્થાને હતું. તેમણે કહ્યું કે, દેશમાં ક્યાંય નથી એટલા માટે જ ગુજરાતે સજ્જતા સર્વેક્ષણની પહેલ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.