Western Times News

Gujarati News

સોલર એમ્બેસેડરે ગુજરાતમાં રૂફટોપ સૌર અવેરનેસ માટે ડોર ટુ ડોર અભિયાન હાથ ધર્યું

પ્રતિકાત્મક

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની પૂર્વસંધ્યાએ પ્રવૃત્તિઓ શરૂ કરી

ચંદીગઢમાં સોલર નેટ/ગ્રોસ એપ્લિકેશન્સની પ્રક્રિયા માટે નવું યુનિફાઇડ વેબ પોર્ટલ (https://solar.chd.gov.in) શરૂ

નવીદિલ્હી,  નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી માટે 23-27 ઓગસ્ટ,2021 સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યું છે. શ્રેણીબદ્ધ ઇવેન્ટ્સ MNRE ના ઉત્સવના શુભારંભને ચિહ્નિત કર્યું.

ચંદીગઢમાંસોલર નેટ/ગ્રોસ એપ્લીકેશન્સની પ્રક્રિયા માટે એક નવું યુનિફાઇડ વેબ પોર્ટલ (https://solar.chd.gov.in) શ્રીદેબેન્દ્ર દલાઈ, IFS, મુખ્ય વન સંરક્ષણ-સહ-મુખ્ય કાર્યકારી અધિકારી, CREST, ચંદીગઢ દ્વારાશરૂ કરવામાં આવ્યું.

ચંદીગઢ રિન્યુએબલ એનર્જી એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટી (CREST) દ્વારા નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, વર્લ્ડ બેંક અને મેસર્સઈ એન્ડ વાયના સહયોગથી વિકસિત યુનિફાઈડ વેબ પોર્ટલસમય મર્યાદિત રીતે શુદ્ધ પેપરલેસ પ્રક્રિયા કરશે અને સિસ્ટમમાં પારદર્શિતા લાવશે અને કાર્યક્ષમ દેખરેખ અને વ્યવસાયમાં સરળતા માટેમદદ કરશે.

ગુજરાતમાં GUVNL અને અન્ય DISCOMs એસોલાર રૂફટોપ અંગે જાગૃતિ લાવવા માટે ગુજરાતભરમાં હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો લગાવ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં ડિસ્કોમ અધિકારીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.સોલર એમ્બેસેડર્સ તરીકે ઓળખાતા સ્વયંસેવકોએ ડોર-ટુ-ડોર કેમ્પેઈન માટે અનેક સ્થળોની મુલાકાત લીધી હતી

અને વોટ્સએપ ચેટબોટ હેલ્પડેસ્ક નંબર પણ લોકોને શેર કર્યો હતો જેથી તેઓ યોજના, પ્રક્રિયા અને સબસિડી વિશેની માહિતી ડિજિટલ રીતે મેળવી શકે.ગુજરાત ડિસ્કોમ્સની વ્હોટ્સએપ પહેલ દેશમાં આ પ્રકારની પ્રથમ અનુકરણકારી છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે કારણ કે ગ્રાહકે 9724300270 પર માત્ર વોટ્સએપમાં “Hi” લખવાનું છે.

સૌર એમ્બેસેડરે મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ગ્રાહકો સાથે વાતચીત કરી હતી અને તેમને તેમના રાજ્યમાં સોલાર રૂફટોપ લગાવવાના ફાયદા અને પ્રક્રિયા સમજાવ્યા હતા.

જે ગ્રાહકોએ પહેલાથી જ રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કર્યું છે તેમણે ઇન્સ્ટોલ કરેલી સિસ્ટમ્સ સાથે તેમની સેલ્ફી લીધી હતી અને તે જ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

પ્રખ્યાત હસ્તીઓ અને લાભાર્થીઓના વીડિયો સંદેશાઓ રેકોર્ડ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ સોલર રૂફટોપના ફાયદાઓ વિશે વાત કરી રહ્યા છે અને શા માટે વધુ ગ્રાહકો વીજળીના નવીનીકરણીય સ્ત્રોતો માટે અપનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આ સપ્તાહ દરમિયાન, દેશભરમાં નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સાથે સંકલનમાં આવા ઘણાં વધુ કાર્યક્રમો, મીડિયા અને આઉટરીચ અભિયાનોનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું આયોજન રાજ્ય નોડલ એજન્સીઓ, રાજ્ય વિતરણ કંપનીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.