Western Times News

Gujarati News

બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ કોચિંગ ડેપોમાં ઓટોમેટીક કોચ વોશિંગ પ્લાન્ટ શરૂ થયા

પશ્ચિમ રેલવે એ હંમેશા વિભિન્ય ઉપાયોથી હરિત પ્રોદ્યોગિકીને પ્રોત્સાહન આપ્યુ છે. જે એ પુશપુલ પરિયોજનાના માધ્યમથી પ્રયત્ન હોય અથવા ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌર પેનલોની સ્થાપના. આ પ્રયત્નોને ચાલુ રાખતાં પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં જ બાંદ્રા ટર્મિનસ કોચીંગ ડેપો અને ગાંધીધામ કોચીંગ ડેપોમાં બે ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ (એસીડબલ્યુપી) શરૂ કરવામાં આવ્યા છે.

આ સંરચના આખી ટ્રેનની ધોલાઇ પ્રક્રિયાને પ્રભાવી રીતે પુરી કરવા માટે સમય, પાણી અને માનવશક્તિ ને ઓછી કરવામાં મદદ કરે છે. આ સંરચનાની ઓટોમેટીક સંચાલન અને દક્ષતાને કારણે આ આશા કરવામાં આવી રહી છે કે આનાથી ડેપો માટે બહારની ધોલાઈ પડતરમાં પ્રત્યેક વર્ષે લગભગ 50 લાખ રૂપિયાની બચત થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીશ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી એક પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે બાંદ્રા ટર્મિનસ કોચિંગ ડેપોના ઓટોમેટીક કોચ વોશિંગ પ્લાન્ટમાં ટ્રેન મુવમેન્ટની ઓટોમેટીક ટ્રેકીંગ સુનિશ્ચિત કરી શકાશે અને ધોલાઇની ગતિ  5-8 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે.

આના માટે અધિક્ત્તમ 60 લિટર પ્રત્યેક કોચ સાફ પાણીની આવશ્યકતા હોય છે. જે હાથથી ધોલાઇની સરખામણીમાં 80 % ઓછી છે. આ સંરચના માટે સાફ પાણીની જરૂરીયાત માત્ર 20 %  છે અને ધોલાઇ માટે ઉપયોગ કરાનારા પાણીના 80 %  નું દરેક ધોલાઇ ચક્રમાં પુનઃ નવીનીકરણ કરવામાં આવે છે.

આ સંરચના સમય અને પાણીના ઉપયોગમાં અત્યંત કુશળ છે કેમ કે 24 કોચ વાળી ટ્રેનની સફાઇ માટે એન્ડ-ટુ-એન્ડ સાયકલ સમય માત્ર 10 મિનિટ છે. ઓટોમેટીક કોચ વોશિંગ પ્લાન્ટ એક પર્યાવરણ અનુકૂળ અને પડતર પ્રભાવી વિકલ્પ છે અને ટ્રેન અનુરક્ષણમાં ઓટોમેશનની દિશામાં એક મોટું પગલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.