Western Times News

Gujarati News

ડીજીપી પ્રશંસા મેડલ માટે પોલીસ કર્મચારીઓ ક્યાં સુધી રાહ જાેશે ?

ડીજીપી પ્રશંસા મેડલ આપનાર ગુજરાત સાતમુ રાજ્ય બન્યું હતુંઃ આ વર્ષે કોઇપણ પોલીસ કર્મચારીને મેડલ અપાયા નથી

અમદાવાદ, પોલીસ સારી કામગીરી કરે તો તેમને ડિપાર્ટમેન્ટ તરફથી ઇનામ મળતા હોય છે અને સ્વતંત્રતા દિવસ ઉપર રાષ્ટ્રપતિ મેડલ પણ મળતા હોય છે.

મેડલ મળવાથી પોલીસ કર્મચારીને એક ઉત્સાહ અને ઉમંગ મળતા તે વધુ સારી કામગીરી કરે છે. પોલીસનો જાેશ જળવાઇ રહે તેમાટે ડીજીપી પ્રશંસા મેડલ આપવાનું શરૂ થયું હતું. જાેકે એક જ વર્ષમાં તેનું બાણ મરણ થઇ ગયું છે. How long will the police personnel wait for the DGP Appreciation Medal? Gujarat India

ગુજરાત પોલીસમાં સારી કામગીરી કરનાર કર્મચારી, અધિકારીને ડીજીપી પ્રશંસા મેડલ એનાયત કરાશે તેવી જાહેરાત રાજ્યના પૂર્વ પોલીસ વડા શિવાનંદ ઝાએ કરી હતી. પોલીસમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓમાં જાેશ જળવાઇ રહે તે માટે આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો.

પોલીસ તંત્રના તમામ વિભાગના કુલ ૧૧૦ યોગ્યતા ધરાવતા કર્મચારી, અધિકારીને ડીજીપી પ્રશંસા મેડલ એનાયત કરવાની જાહેરાત હતી. જાેકે હાલના રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ડીજીપી પ્રશંસા મેડલ હજુ સુધી કોઇ પણ પોલીસ કર્મચારી અને અધિકારીઓને આપ્યા નથી.

ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુજરાત પોલીસના તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓને (આઇપીએસથી પોલીસ કોન્સ્ટેબલ) તેઓની સરાહનીય પ્રશંસનીય કામગીરી બદલ ડીજીપી પ્રશંસા મેડલ એનાયત કરવાની જાહેરાત કરી હતી. જાેકે હવે આ મેડલ સારી કામગીરી કરનારને નહીં મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઇ રહી છે.

નિયત કરેલ માપદંડને આધારે શહેર અને જિલ્લાની પોલીસ તેના નેજા હેઠળ આવતી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ, કોન્સ્ટલ સિક્યોરિટી, આઇબી, સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝ, હથિયારી એકમો, ટેકનિકલ સર્વિસ અને તાલીમ વિભાગના મળી કુલ ૧૧૦ યોગ્યતા ધરાવતા તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓને મેડલ એનાયત કરવામાં આવશે તેવી જાહેરાત થઇ હતી. ગત વર્ષે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ૧૧૦ પોલીસ કર્મચારીઓને મેડલ પણ આપ્યા હતા.

નોટિફિકેશન મુજબ તમામ વિભાગ તરફથી વિગતવાર દરખાસ્ત તૈયાર કરી ૨૩ માર્ચ સુધીમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે તેવી જાહેરાત થઇ હતી, જે પૈકી નિયત કરેલ કમિટી નક્કી કરેલ માપદંડ મુજબ યોગ્યતા ધરાવતા પોલીસ અધિકારીઓને પ્રથમવાર માટે એપ્રિલ-૨૦૨૦માં ડીએસપી શિવાનંદ ઝાના હસ્તે આ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે ડીજીપી પ્રશંસા મેડલ એનાયત કરનાર સમગ્ર દેશમાં ગુજરાત સાતમું રાજ્ય બન્યું હતું.

ગત વર્ષ બાદ ચાલુ વર્ષ ડીજીપી પ્રશંસા મેડલ એનાયત કરવામાં આવ્યા નથી. કેટલાક પોલીસ અધિકારીઓ જેઓ મેડલ મેળવવાના હક્કદાર હોય તેવા લોકો આ મેડલની રાહ જાેઇને બેઠા છે.

રાજ્યના પોલીસ કર્મચારીઓનો જાેશ રહે અને તેમને સારી કામગીરી કરવાની ધગશ પડે તે હેતુસર આ પ્રશંસા મેડલ શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ગત વર્ષે નિવૃત્ત થયા બાદ આશિષ ભાટિયા રાજ્યના પોલીસ વડા બની ગયા છે.

શિવાનંદ ઝાએ શરૂ કરેલ ડીજીપી પ્રશંસા મેડલ પર એકાએક બ્રેક વાગી ગઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દર વર્ષ માર્ચ મહિના સુધીમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ખાતે મોકલવાનું હોય છે પરંતુ આ વર્ષે માર્ચ મહિનામાં કોઇપણ દરખાસ્ત મોકલાઇ નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેર હોવાના કારણે પોલીસે આ મેડલ આપવાનું ટાળ્યું હોઇ શકે છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઇ પુષ્ઠિ નથી થઇ રહી કે મેડલ આપવામાં આવશે કે નહીં. ડીજીપીના હાથે મેડલ મળશે તેવું કેટલાક પોલીસ કર્મચારીઓ વિચારી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.