Western Times News

Latest News from Gujarat

મુંબઈ- ગોવાલિયા ટેંક સંઘમાં ગુરુ ગુણ પર્વોત્સવ પંચાન્હિકા મહોત્સવ ઉજવાયો

મુંબઈ, શ્રી મુંબઈ- ગોવાલિયા ટેંક જૈન સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન શ્રી. પ્રેમ સૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાના માર્ગદર્શક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી. જિતરક્ષિતસૂરિ મ. સાહેબ તથા પ.પૂ.પં.શ્રી. પદમરક્ષિત વિ.મ.સા. આદિઠાણા તથા શ્રી લબ્ધિ- વિક્રમ સૂરિ સમુદાયના સા. શ્રી વિદેહમાલાશ્રીજી તથા વિહિતમાલાશ્રીના સાનિધ્યમાં

જૈન અને જૈનેતર ભાઈ-બહેનોની ઉપસ્થિતીમાં લાખો યુવાનોના તારણહારા, યુગપ્રધાનાચાર્ય સમ પરમશાસનપ્રભાવક પ.પૂ. પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજાની (૧૦) મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે “ગુરુગુણ પર્વોત્સવ પંચાન્હિકા મહોત્સવ” ભવ્યતાથી સંપન્ન થયેલ છે.

પાંચેય દિવસ પરમાત્મા ભક્તિ તથા બાળકો દ્વારા પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા, તથા શ્રી પ્રેમ- ભુવનભાનુસૂરિ સમુદાયની યશોગાથાને જણાવનાર ‘પુષ્પો મહકેં ડાળેડાળે’ના અનુષ્ઠાનથી શરૂઆત કરીને પૂ. ગુરુમાના મહાન જીવન અને કવન સાર ગર્ભિત પ્રવચનો જેમાં પૂ.આ. શ્રી જિતરક્ષિતસૂરિ વિ.મ.સા. પં. પધ્મરક્ષિત વિ. મુ. કલ્પજિત વિ., મુ. તપોજિત વિ. તથા નવજીવન સંઘથી પધારેલ

કલાપૂર્ણસૂરિ સમુદાયના પૂ.મુ. શ્રી શુકલધ્યાન વિ.મ.સા. આદિ મહાત્માઓએ જૈન અને અજૈન તથા સમુદાયના ભેદભાવ વિના સમસ્ત માનવજાત માટે ગુરુમાએ આપેલું બલિદાન બિરદાવ્યું. શ્રધ્ધાંજલીના પુષ્પો સમર્પિત કર્યા હતા. વિવિધ પ્રકારની રોશની અને દીવડાઓ તથા રંગોળી દ્વારા સ્થાપિત ગુરુમંદીરમાં પ્રદક્ષિણાં, ગુરુભક્તિનો લાભ સારી રીતે લેવાયો હતો.

આ નિમિત્તે ૬૦૦ સાધર્મિકોને રૂા.૧૦૦૦ દ્વારા અનુપમ સાધર્મિકભક્તિ શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ દ્વારા કરવામાં આવી હતી. ગૌશાલાઓમાં પશુઓને ઘાસચારો, લાડવા, અનુકંપાદાન, બંુદીનો પ્રસાદ અર્પણ કરવામાં આવેલ. પ્રતિદિન પ્રતિક્રમણ, તપ, જાપ માં ભાવિકો જાેડાયા હતા.

ગુરુમા-ભાગ-ર વિશિષ્ટગ્રંથ યુગપુરુષ (ઓડીયોબુક) તથા આપણા ગુરુદેવ આ ત્રણેય બુકોનું શ્રી સંઘના ટ્રસ્ટીવર્યો તથા પુષ્પમંગલ પરિવારના હર્ષદભાઈ કલોલવાળા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. બપોરના મહિલા મંડળો દ્વારા પૂ. સાધ્વીજી ભગવંત દ્વારા મહિલા ઉત્કર્ષને લગતા જ્ઞાનસભર પ્રવચનો અને બૌધ્ધિક સ્પર્ધાઓનું આયોજન સફળ રહયું હતુ.

ચોપાટી જૈન સંઘ તથા બાબુલનાથ જૈન સંઘમાં પાંચેય દિવસ મહાત્માઓના પ્રવચનો યોજાયા હતા. બાલક-બાળીકાઓ માટે અષ્ટ પ્રકારી પૂજા, પ્રશ્રોત્તરી, શાસનવંદના, માની મમતા ધાર્મિક સંવાદ વગેરે આયોજનો ગોઠવાયા હતા. ગુરુમાનો ઉજજવળ જીવન વિશે કલ્પેશભાઈ નરેન્દ્રભાઈ હેક્કડ (સુરત)

નરેન્દ્રભાઈ કામદાર (ગઢડા), સુનીલભાઈ છેડા (માટુંગા), સ્મિત કોઠારી (મલાડ), હિતેશભાઈ દોશી (ભાયંદર) ગૌરવભાઈ શાહ (નવજીવન) વગેરે કાર્યકર્તા તથા વિવિધ સંગીતકારો દ્વારા ઉત્તમ રીતે ગુરુભક્તિ કરવામાં આવી હતી. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘના ટ્રસ્ટીગણ, ભાઈઓ-બહેનો, મહિલા મંડળ, યુવાનો અને પાઠશાળાના બાળકોની અદ્‌ભૂત સેવાઓ દ્વારા “ગુરુગુણ પર્વોત્સવ” દેદિપ્યમાન બન્યો હતો. ટ્રસ્ટીમંડળ તથા યુવાનોના પ્રચંડ પુરુષાર્થે આ મહોત્સવની સફળતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers