Western Times News

Gujarati News

હવે ડાયાબિટીઝના દર્દીઓને ઈન્સ્યુલિનના ઈન્જેકશનો નહીં લેવા પડે

tablet medicines

વિશ્વમાં આશરે ચાર કરોડ લોકો ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દી છેઃ મોટા ભાગના દર્દીને દરરોજ, દિવસમાં બે વખત ઈન્જેક્શનની ફરજ પડે છે

દુનિયાભરમાં આશરે ચાર કરોડ લોકો ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દી છે. આ તમામ દર્દી પૈકી મોટા ભાગનાં દર્દીને દરરોજ, દિવમં બે વખત ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લેવાની ફરજ પડે છે. પોતાના બ્લડ સુગર લેવલને નિંયંત્રિત રાખવા માટે આવા દર્દીને ઈન્જેક્શન લેવાની ફરજ પડે છે. પરંતુ હવે વૈજ્ઞાનિક ઇન્સ્યુલિનની ગોળીઓ વિકસિત કરી રહ્યાં છે.

જેના કારણે ડાયાબિટીસના દર્દીને ઈન્ડેક્શનની પિડાથી રાહત મળી શકશે. ગોળી અને ઈન્જેક્શન વચ્ચે પસંદગી કરવાના વિકલ્પ મળવાની સ્થિતિમાં મોટા ભાગના દર્દી ગોળીને જ પસંદ કરશેતે બાબત તો નક્કી છે. હકીકતમાં હાર્વર્ડ જાેન એ પોલસન સ્કુલ ઓફ એન્જિનિયરીંગ એન્ડ એપ્લાઈડ સાયન્સના શોધ કરનાર લોકોએ કહ્યું છેકે શરીરમાં ઈન્સ્યુલિનની સપાટી જાળવી રાખવા માટે એક ઓરલ મેથડ વિકસિત કરવામાં આવી છે. જેના મારફતે ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દીઓને ઈન્સ્યુલિનના ઈન્જેક્શન લેવાની જરૂર પડશે નહીં. નિષ્ણાંતોએ કહ્યું છે કે કેટલાક લોકો તો પિડાથી બચવા માટે ઈન્જેક્શનના ડરથી ઈન્સ્યુલિન લઈ શકતા નથી. પરિણામ એ થાય છે કે શરીરમાં ગ્લાઈસેમિક નિયંત્રણ ખરાબ થઈ જાય છે. જેના કારણે આરોગ્ય સાથે સંબંધિત ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. તમામલોકો સારી રીતે જાણે છે કે ટાઈપ-૧ ડાયાબિટીસના લાખો દર્દીને ઈન્જેક્શન અથવા તો સોઈ મારફતે ઈન્સ્યુલિન આપવામાં આવે છે.

કારણ કે આ દર્દીઓના શરીરમાં ઈન્સ્યુેનિનું નિર્માણ થઈ શકતું નથી. વૈશ્વિક ડાયાબિટીસના આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. આ આંકડા ભારત માટે સારા દેખાઈ રહ્યાં નથી. નવા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૬૧ મિલિયન ડાયાબિટીસના દર્દીઓ છે. તેમાં ગયા વર્ષની સરખામણીમાં ઉલ્લેખનીય વધારો થયો છે.

વર્ષ ર૦૩૦ સુધી ભારતમાં ડાયાબિટીસનો બોઝ ૧૦૦ મિલિયનના આંકડાને પાર કરી જાય તેવી શક્યતા છે. અગાઉ ૮૭ મિલિયનનો આંકડો મૂકવામાં આવ્યો હતો. ભારતમાં મોતનો આંકડો પણ વધારે છે. આ વર્ષે ડાયાબિટીસના કારણે ૯૮૩૦૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) દ્વારા આંકડા જારી કરી દેવામાં આવ્યા છે.

આઈડીએફએ કહ્યું છે કે ભારતમાં ર૦ થી ૭૯ વર્ષની વયમાં ડાયાબિટીસના દર્દીઓનો આંકડો ૯.ર ટકા છે. ભારત ચીન બાદ એવું બીજું દેશ છે જેમાં આંકડો ખૂબ વધારે છે. ભારતમાં આવનારા સમયમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ભારતમાં ટાઈપ-૧ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પણ ૧૧ર૦૦૦ની આસાસ છે.

આંકડા ચિંતાજનક છે કારણ કે ડાયાબિટીસની સમસ્યા હવે નિયમિત સારવારથી થઈ શકે છે. આઈડીએફના જણાવ્યા મુજબ આ વર્ષે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકોની કુલ સંખ્યા ૩૬૬ મિલિયનની આસપાસ રહી છે જેમાં ૪.૬ મિલિયનના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.