Western Times News

Gujarati News

તાલિબાનોએ મને શોધતા ઘરે આવી પિતાની હત્યા કરી: મેયર જરીફા

નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજાે છે. તાલિબાનોથી સૌથી વધારે જાેખમ મહિલાઓ અને યુવતીઓને છે. એમાં પણ તે મહિલાઓને સૌથી વધારે ટાર્ગેટ કરાય છે, જે નોકરી કરતી હોય અથવા સોશિયલ સેક્ટર સાથે સંબંધ રાખતી હોય. ગફારી કાબુલના પશ્ચિમ શહેરની મેયર રહી ચૂકી છે. હવે તે જર્મનીમાં રહે છે. તે શરણ આપવા માટે જર્મન સરકાર અને ત્યાંના લોકોની આભારી છે.

જરીફાએ કહ્યું- તાલિબાનો મને શોધતા મારા ઘરે આવ્યા હતા. મારા પિતાની તેમણે હત્યા કરી નાખી. અમારા હાઉસ ગાર્ડને પણ તેમણે ઢોરમાર માર્યો છે. હવે તાલિબાનોની હકીકત હું સમગ્ર દુનિયાને જણાવીશ. ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં જરીફાએ અન્ય પણ ઘણી વાતોનો ખુલાસો કર્યો છે.

જરીફાના જણાવ્યા પ્રમાણે, અફઘાનિસ્તાનના લોકોને રોકવા મુશ્કેલ છે, તેઓ ડરશે નહીં. જરીફાનું કહેવું છે કે તાલિબાન અંતે કેટલા લોકોના જીવ લેશે. અફઘાનો પીછેહટ કરે એવા નથી. અમે ૨૦ વર્ષમાં જેટલું પણ મેળવ્યું હતું એ બધું ગુમાવી દીધું. આજે મારી પાસે હવે વતનની માટી સિવાય બીજું કશું જ નથી.

જરીફા આ સ્થિતિ માટે દરેક લોકોને દોષિત ગણાવે છે. તેમના મત પ્રમાણે આજે અફઘાનિસ્તાનમાં જે પણ થઈ રહ્યું છે એના માટે દરેક લોકો જવાબદાર છે. સામાન્ય જનતા, નેતા અને દુનિયા. સ્થાનિક લોકોએ ક્યારેય એક જૂથ થઈને આતંકવાદ અથવા ખોટી વાતો સામે અવાજ નથી ઉઠાવ્યો. અફઘાનિસ્તાનનું દરેક બાળક જાણે છે કે પાકિસ્તાને શું કર્યું છે.

એક સવાલના જવાબમાં જરીફાએ કહ્યું હતું કે અફઘાનિસ્તાન અમારું હતું અને રહેશે. આજે મારા જેવી મહિલાઓ ત્યાં નથી તો તેને એવું સમજવું કે સિંહ પણ પૂરી તાકાતથી હુમલો કરવા માટે બે ડગલાં પાછળ જાય છે.

જર્મન મીડિયા સાથે એક અલગ વાતચીતમાં તેણે કહ્યું હતું કે હું અહીં તે ૯૯% અફઘાનો અને મહિલાઓનો અવાજ બનીને અહીં છું, જેના માટે હવે કામ કરી શકશે. જરીફા પહેલા ગયા સપ્તાહે ઇસ્તાંબુલ ગઈ હતી. ત્યાર પછી ત્યાંથી જર્મની પહોંચી છે. તેની સાથે તેનો પરિવાર પણ છે. જર્મનીમાં રેફ્યુજીઓને ઘણી મુશ્કેલીઓ છે, પરંતુ જરીફા કહે છે, હું અહીં રેફ્યુજી બનીને નથી આવી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.