Western Times News

Gujarati News

અમેરિકા પાસે ૯/૧૧ હુમલામાં લાદેન સામે કોઈ પુરાવા નથી : તાલિબાન

કાબુલ, અફઘાનિસ્તાનમાં ફરી સરકાર બનાવવા જઈ રહેલા તાલિબાન હજૂ પણ ૨૦ વર્ષ જૂની વાતને વળગી રહ્યા છે. તાલિબાને સ્પષ્ટપણે ફરી એકવાર કહ્યું છે કે, ઓસામા બિન લાદેન અમેરિકામાં ૯/૧૧ હુમલામાં શામેલ ન હતો અને તેની સામે એક પણ પુરાવો નથી.
તાલિબાને દાવો કર્યો છે કે, ઓસામા બિન લાદેન નિર્દોષ છે, તાલિબાને જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં હુમલામાં ઓસામા બિન લાદેનની સંડોવણી સામે એક પણ પુરાવો નથી. અમેરિકા પર ૯/૧૧ના હુમલામાં ઓસામા બિન લાદેન શામેલ હતો તે દર્શાવવા માટે એક પણ પુરાવો નથી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે વાત કરતા ફરી એક વખત તાલિબાનના ૨૦ વર્ષ જૂના શબ્દોનું પુનરાવર્તન કર્યું છે.

ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું કે, ‘અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ ૨૦ વર્ષ યુદ્ધ પછી પણ આવા એક પણ પુરાવા મળ્યા નથી, જે સાબિત કરી શકે કે, ઓસામા બિન લાદેન આ હુમલા માટે જવાબદાર હતો. અમેરિકા જવાબદાર હતું. લાદેનને જવાબદાર ઠેરવવા માટે અમારી પાસે એક પણ પુરાવો નથી.

તાલિબાન પ્રવક્તાએ અમેરિકા પર અફઘાનિસ્તાનમાં યુદ્ધ લાદવાનો આરોપ લગાવ્યો હતો. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, ‘આ લડાઈ કોઈ પણ રીતે ન્યાય માટે લડાઈ ન હતી, આ લડાઈને યોગ્ય સાબિત કરવા માટે માત્ર એક બહાનું છે’. ઉલ્લેખનીય છે કે, તાલિબાન દ્વારા આપવામાં આવેલા આ નિવેદન બાદ સાબિત થઈ ગયું છે કે તાલિબાન હજૂ પણ પોતાના ૨૦ વર્ષ જૂના સ્ટેન્ડ પર અડગ છે. જ્યારે અમેરિકાના ટ્‌વીન ટાવર્સ પર હુમલા બાદ અમેરિકાએ તાલિબાનને ઓસામા બિન લાદેનને સોંપવા માટે જણાવ્યું હતું. એ સમયે ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં રહેતો હતો અને અલ કાયદા તે સમયે ખૂબ જ શક્તિશાળી આતંકવાદી સંગઠન હતું.

જે સમયે અમેરિકા પર હુમલો થયો હતો તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર હતી અને તાલિબાનોએ ઓસામા બિન લાદેનને અમેરિકાને સોંપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે અમેરિકાએ નાટોની મદદથી અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. તે સમયે કાબુલમાં અલ કાયદાની સરકાર હતી અને તાલિબાનના વડા મુલ્લા ઉમર હતા. અમેરિકાએ થોડા દિવસોમાં તાલિબાનને રાજધાનીમાંથી હાંકી કાઢ્યા અને પછીથી તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરને ઉડાવી દીધો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.