Western Times News

Gujarati News

કાબૂલ એરપોર્ટ પર પાણીની બોટલ ૩૦૦૦ રુ. તો ભાતની પ્લેટ ૭૫૦૦માં વેચાય છે

કાબુલ, અફઘાનિસ્તાનમાં વધારેમાં વધારે લોકો દેશ છોડવા માંગે છે. અફઘાનિસ્તાનથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો કાબૂલ એરપોર્ટ છે. અહીંની સુરક્ષા અમેરિકાની પાસે છે. કાબૂલ એરપોર્ટ પર લગભગ અઢી લાખની ભીડ છે. જે અફઘાનિસ્તાન છોડીને જવા માંગે છે. સ્થિતિ એવી છે કે એરપોર્ટ પર ભૂખ- તરસથી લોકો દમ તોડી રહ્યા.

આ દરમિયાન મોટા સમાચાર આવી રહ્યા છે કે એરપોર્ટ પર ફુડ અને પાણીના ભાવ આસમાને પહોંચ્યા છે. અહીં પાણીની બોર્ટલ ૪૦ ડોલરની એટલે કે ૩ હજારની મળી રહી છે. જ્યારે ભાતની એક પ્લેટ માટે ૧૦૦ ડોલર એટલે કે ૭૫૦૦ હજાર રુપિયા ખર્ચવા પડે છે. એરપોર્ટ પર ફુડ કે પાણી કંઈ પણ ખરીદવું હોય તો અહીં અફઘાનિસ્તાનની કરન્સી સ્વીકારવામાં નથી આવતી. ફક્ત ડોલરમાં જ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. તેવામાં અફઘાનિસ્તાનની સમસ્યા તમે સમજી જ શકો છો.

અફઘાનિસ્તાનમાં ઘરેથી કાબૂલ એરપોર્ટ પહોંચવા માટે ૫થી ૬ દિવસ લાગે છે. કેમ કે શહેરથી એરપોર્ટ સુધી તાલિબાનની તૈનાતી છે. તાલિબાનની ગોળીબારીના ભયની વચ્ચે હજારો ભીડને પાર કરી એરપોર્ટની અંદર જવું મુશ્કેલ છે. અને જાે એરપોર્ટ પહોંચી પણ ગયા તો પ્લેન મળવામાં ૫થી ૬ દિવસ લાગી શકે છે. ફક્ત બિસ્કિટ નમકીનથી કામ ચલાવવું પડે છે. ખાવા પીવાની કિંમત વધારે હોવાથી સમસ્યા હજું વધારે વધી ગઈ છે. સ્થિતિ એવી છે કે અનેક બાળકો માતાપિતા વગર દેશ છોડી રહ્યા છે.

ખાવા પીવાની કિંમત વધારે હોવાથી લોકો ભૂખ્યા પેટે તડકામાં ઉભા રહેવા મજબૂર છે. તેમની હિંમત જવાબ આપી દે છે. શરીર નબળુ પડી રહ્યું છે અને તેઓ બેભાન થઈ પડી રહ્યા છે. તેવામા તાલિબાન લોકોની મદદ કરવાની જગ્યાએ તેમને ડરાવી રહ્યા છે મારપીટ કરી રહ્યા છે. કાબૂલ એરપોર્ટની બહાર અફરાતફીમાં ૨૦ લોકોના મોત થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.