પેટલાદ બજાર સમિતીની ચૂંટણીમાં ૧૮ ફોર્મ મંજૂર
૧૬ બેઠકો માટે ૧૮ ઉમેદવારો
ખેડૂત વિભાગ- રાકેશભાઈ અરવિંદભાઈ પટેલ, અશોકભાઈ મગનભાઈ પટેલ, નગીનભાઈ રામભાઈ પટેલ, રમેશભાઈ વલ્લવભાઈ પટેલ, રમેશભાઈ છોટાભાઈ પટેલ, રમેશભાઈ ભીખાભાઈ પટેલ, અરવિંદભાઈ ભીખાભાઈ પટેલ, ઘનશ્યાામભાઈ કનુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ, તુષારભાઈ બાબુભાઈ પટેલ, જ્યંતિભાઈ રાયસંગભાઈ સોલંકી.
વેપારી વિભાગ-નૈનેશભાઈ સૂર્યકાંતભાઈ પટેલ, મહેશભાઈ મણીભાઈ પટેલ, અમિતકુમાર શાંતિલાલ પટેલ, કેયુરભાઈ યોગેશભાઈ પટેલ, ભરતભાઈ રમણભાઈ પટેલ. ખરીદ-વેચાણ વિભાગ-તેજસકુમાર બિપીનચંદ્ર પટેલ, સંદિપકુમાર બિપીનચંદ્ર પટેલ
પેટલાદ, પેટલાદ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં વ્યવસ્થાપક કમિટીની ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થયેલ છે. ગતરોજ ઉમેદવારી પત્રો રજૂ કરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ ૧૯ ફોર્મ ભરાયા હતા. જેની ચકાસણી આજરોજ હાથ ઉપર લેવાઈ હતી.
જે દરમિયાન એક ઉમેદવારે બે વિભાગમાં ફોર્મ ભર્યા હોવાને કારણે એક વિભાગનું ફોર્મ રદ થયેલ છે. જેથી હવે ૧૬ બેઠકો માટે ૧૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જાે કે બજાર સમિતીના ત્રણેય વિભાગની બધીજ બેઠકો લગભગ બિનહરીફ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે વર્તમાન ચેરમેનનું બોર્ડ યથાવત રહેવાની શક્યતા છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતીની સામાન્ય ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતુ. જે મુજબ ખેડૂત વિભાગની દસ, મંડળી વિભાગની ચાર અને વેપારી વિભાગની બે બેઠકો મળી કુલ ૧૬ બેઠકો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.
જે માટે ખેડૂત વિભાગમાં ૧ર, મંડળી વિભાગમાં પાંચ અને વેપારી વિભાગમાં બે ઉમેદવારી પત્રો ભરાયા છે. આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જેમા ખેડૂત વિભાગમાં એક ફોર્મ રદ થયું હતુ. આ અંગે ચૂંટણી અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રાર અવની વોરાએ જણાવ્યું હતુ કે એક ઉમેદવારે મંડળી અને ખેડૂત વિભાગમાં ઉમેદવારી કરી હતી,
જાે કોઈ ઉમેદવાર વેપારી વિભાગમાંથી ઉમેદવારી કરે તો તે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભરી શકતા નથી. જેને કારણે ખેડૂત વિભાગમાં ઉમેદવારી કરેલ નૈનેશભાઈ પટેલનું ફોર્મ રદ થયું હતુ.
જાે કે તેઓની વેપારી મંડળની ઉમેદવારી યથાવત છે. અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ છેલ્લી ત્રણ ટર્મથી બજાર સમિતીમાં તેજસભાઈ પટેલનો દબદબો જાેવા મળી રહ્યો છે. તેઓની આગેવાની હેઠળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બની રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં પણ તેજસભાઈ પટેલ સહિત તેઓના ઉમેદવારો બિનહરીફ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એટલે કે પેટલાદ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતીમા સત્તાનું પુનરાવર્તન જાેઈ શકાય છે.