Western Times News

Gujarati News

સતત બીજા દિવસે ૪૦ હજારથી વધુ લોકો સંક્રમિત

નવી દિલ્હી, દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૪૦ હજારથી વધુ નોંધાઈ છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કેરળમાં છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. તો મહારાષ્ટ્રમાં પણ કોવિડનું સંક્રમણ માથું ઉચકી રહ્યો છે. અહીં એક દિવસમાં ૫૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ એકંદરે કાબૂમાં છે.

અહીં એક દિવસમાં ૧૬ લોકો સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૬૫૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૯૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૬,૦૩,૧૮૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૬૧,૨૨,૦૮,૫૪૨ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૯,૪૮,૪૩૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૮ લાખ ૨૧ હજાર ૪૨૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૨,૯૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૬૦ ટકા છે. હાલમાં ૩,૪૪,૮૯૯ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૬,૮૬૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૧,૪૯,૫૪,૩૦૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં ૧૮,૨૪,૯૩૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતિ (ય્ેદ્ઘટ્ઠટ્ઠિં ર્ઝ્રિર્હટ્ઠ ઝ્રટ્ઠજીજ) ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ ૧૫૭ એક્ટિવ કેસ છે અને ૪ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. બીજી તરફ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૧૨૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.