Western Times News

Gujarati News

નવજોત સિદ્ધુના વિવાદિત સલાહકાર માલવિંદર માલીએ રાજીનામું આપ્યુ

ચંદીગઢ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિદ્ધુના સલાહકાર માલવિંદર માલીએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જ્યારથી માલીએ આ પદ સંભાળ્યું હતું, ત્યારથી તે કેપ્ટન અને ગાંધી પરિવાર પર વિવાદિત ટિપ્પણીઓ કરવાથી ચર્ચામાં હતા. પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો એક વિવાદિત ફોટો પોસ્ટ કરવા અને કાશ્મીર પર ટિપ્પણી કર્યા પછીથી તે ચારેબાજુએથી નીંદાનો સામનો કરી રહ્યાં હતા.

તેનાથી એક રીતે કોંગ્રેસ હાઈકમાન્ડ રાષ્ટ્રીય સ્તર પર વિરોધીઓનો ખાસ કરીને ભાજપના નિશાને આવી. જ્યારે પંજાબમાં કોંગ્રેસે વિપક્ષ અને લોકોની ફજેતીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ પંજાબના અધ્યક્ષ નવજાેત સિદ્ધુએ હવે સીધી ધમકી આપી છે કે જાે તેમને ર્નિણય લેવાની છુટ ન આપવામાં આવી તો જાેવા જેવું થશે. જાેકે આ ધમકી કોંગ્રેસ હાઈકમાન્ડને આપી છે કે પછી કેપ્ટન અમરિંદર સિંહને તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ પંજાબ મામલાઓના પ્રભારી હરીશ રાવતે હાઈકમાન્ડના નિર્દેશ પર અમલ કરતા નવજાેત સિદ્ધુને કહ્યું હતું કે તે પોતાના સલાહકારને તાત્કાલિક હટાવે. હરીશ રાવતે એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે સિદ્ધુએ તેના સલાહકારોને હટાવી દેવા જાેઈએ અને જાે સિદ્ધુ આમ નહિ કરે તો હાઈકમાન્ડ સખ્ત પગલા લેશે. તેમણે કહ્યું કે આ સલાહકાર સિદ્ધુના પ્રાઈવેટ છે, તે કોંગ્રેસન નથી. કોંગ્રેસને આવા સલાહકારોની કોઈ જરૂર નથી. જાે તે આવા સલાહકારોને નહિ હટાવે તો હાઈકમાન્ડ ડાયરેક્ટ જ સિદ્ધુની સામે કાર્યવાહી કરી શકે છે. સિદ્ધુ સલાહકારોને હટાવી દે નહિતર પાર્ટીના પ્રદેશ પ્રભારી હોવાના કારણે આ કામ રાવત પણ કરી શકે છે.

પંજાબના અધ્યક્ષ નવજાેત સિદ્ધુએ હવે સીધી ધમકી આપી છે કે જાે તેમને ર્નિણય લેવાની છુટ ન આપવામાં આવી તો જાેવા જેવું થશે. જાેકે આ ધમકી કોંગ્રેસ હાઈકમાન્ડને આપી છે કે પછી કેપ્ટન અમરિંદર સિંહને તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. સિદ્ધુએ ગુરુવારે અમૃતસરમાં વેપારીઓના સંગઠન સાથે થયેલી બેઠકમાં આ વાત કહી છે. સિદ્ધુએ કહ્યું કે તે પહેલા જ આ વાત હાઈકમાન્ડને કહીને આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.